મુંબઈ
લતા મંગેશકરને સમર્પિત કિડ્સ ડાન્સિંગ શોમાં એક ખાસ એપિસોડ રાખવામાં આવ્યો છે, જેમાં આશા ભોંસલે ભાગ લેશે. શોમાં તેના ફેવરિટ સ્ટારને મળીને મૌની રોય ખુશીથી ઉછળી પડી હતી. અભિનેત્રીએ હવે આશા ભોંસલે સાથેનો પોતાનો એક ખાસ ફોટો શેર કર્યો છે. ફોટામાં, આશા ભોંસલે ખુરશી પર બેઠેલી જાેવા મળે છે, જ્યારે મૌની રોય જમીન પર બેસીને આશા ભોંસલે સાથે કંઈક ચર્ચા કરતી જાેવા મળે છે. ફોટોના બેકગ્રાઉન્ડમાં લતા મંગેશકરની એક મોટી તસવીર પણ દેખાઈ રહી છે, જેના કારણે આ ફોટો એકદમ ખાસ બન્યો છે. આશા ભોંસલે, લતા મંગેશકર અને મૌની રોયને એક ફ્રેમમાં જાેવું એ ફેન્સ માટે કોઈ ટ્રીટથી ઓછું નથી. મૌની રોયે આ સ્પેશિયલ ફોટો શેર કરતાં એક ખાસ કેપ્શન પણ લખ્યું છે. મૌનીઅ લખ્યું- ડીઆઈડીના સેટ પર તમને મળવું અને તમારી સાથે દિવસ પસાર કરવો એ આશાજીનું સપનું સાકાર થઈ ગયું છે. તે તમારા સુંદર અવાજ, લતાજીની યાદોથી ભરેલો સંગીતમય દિવસ હતો. તે હંમેશા આપણા બધાની અંદર રહેશે. અમે તમને બંનેને ખૂબ પ્રેમ કરીએ છીએ. શોનો વધુ એક પ્રોમો વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં આશા ભોંસલે લતા મંગેશકરને શ્રદ્ધાંજલિ આપતી જાેવા મળી રહી છે. મૌનીની પોસ્ટથી સ્પષ્ટ છે કે શોનો આગામી એપિસોડ ખૂબ જ ભવ્ય અને યાદગાર બનવાનો છે.ગાયિકા આશા ભોંસલેને એકવાર મળવાનું ઘણા લોકોનું સપનું હોય છે. અભિનેત્રી મૌની રોય પણ એવા લોકોમાંથી એક છે. જેઓ આશા ભોંસલે અને તેમના સુંદર અવાજ અને ગીતોના મોટા પ્રશંસક છે. આશા ભોંસલે તાજેતરમાં રિયાલિટી શો ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટરમાં ગેસ્ટ તરીકે હાજરી આપી હતી. આ દરમિયાન, શોના જજ મૌની રોય દિગ્ગજ ગાયક સાથે ચાહકોની ક્ષણ શેર કરતી જાેવા મળી હતી.
