ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી / ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ખડસલી ગ્રામ પંચાયતનાં સંયુક્ત ઉપક્રમે લોકશાળા અને ખડસલી ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું.
તા.૧૯/૦૭/૨૦૨૦
આજે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાં છે ત્યારે ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી / ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ખડસલી ગ્રામ પંચાયતનાં સંયુક્ત ઉપક્રમે લોકશાળા અને ખડસલી ગામને સેનિટાઈઝ કરવામાં આવ્યું હતું. જેના સહયોગ રૂપે ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી દ્વારા ટ્રેક્ટર અને ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ASPEE નો ટ્રેક્ટર સંચાલિત પમ્પ અને દાતાશ્રીઓ દ્વારા સેનિટાઈઝ માટેની જરૂરી દવાઓ પૂરી પાડવામાં આવી હતી.આ ઉપરાંત સેનિટાઈઝની સાથેસાથે ગ્રામ્ય વિસ્તારમા મચ્છર દ્વારા ફેલાતા મેલેરિયા કે ડેન્ગયુ જેવા રોગો નો ફેલાવો અટકાવવા માટે મચ્છરના ઉત્પતિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો. આ માટે મચ્છરનાં ઉત્પતિ સ્થાનો પર નિંદામણનાશક અને મચ્છરનાશક દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો હતો.આ કાર્યો માટે ગ્રામ સેવા કેન્દ્ર-ખડસલી / ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન અને ખડસલી ગ્રામ પંચાયત તેમજ સમસ્ત ખડસલી ગ્રામજનો દ્વારા પુરતો સહયોગ આપવામાં આવ્યો હતો અને સાવચેતી માટેના જરૂરી પગલા લેવામાં આવ્યા હતા.
( ફોટો ઈ મેલ દ્વારા )
રિપોર્ટ.- અમીતગીરી ગોસ્વામી સાવરકુંડલા.




