રાજકોટ જિલ્લા ની પ્રાથમિક શાળાઓ માં હાલ 3 થી 8 ધોરણ ની પરીક્ષાઓ ચાલુ થઈ ચૂકેલ છે. જેમાં વિધાર્થીઓ શાંતિપૂર્ણ મહોલ માં પરીક્ષા આપી રહ્યા છે.જેમાં વેરાવળ ની શાન્તિધામ પ્રાથમિક શાળા માં 3 થી 8 ધોરણ ના વિધાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે.જેમાં જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજિત પરીક્ષાઓ માં વિધાર્થીઓ ઉત્સાહ થી 2 વર્ષ બાદ પરીક્ષા આપી રહ્યા છે. જેમાં જનતા જાણકારી ન્યૂઝ ચેનલ ને ધોરણ 5 ની વિધાર્થીની શ્રેયા નિમાવતે જણાવ્યું હતું કે હું 2 વર્ષ બાદ આજે ઓફ લાઈન પરીક્ષા આપી રહી સુ અને દરેક પેપરો સરળ અને સિમ્પલ હોવાથી પરીક્ષા આપવા ની મજા આવી રહી છે.શાન્તિધામ પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી રાકેશભાઈ સોલંકી એ જણાવેલ હતું કે પરીક્ષાઓ પૂર્ણ થયા બાદ પરિણામ આપવા આવશે. અને આગામી ઉનાળુ વેકેસન તારીખ 9/મે થી 12/ જૂન સુધી જાહેર થયેલ છે.ત્યારબાદ 13 જૂન થી રાબેતા મુજબ શાળાઓ કાર્યરત થઈ જશે.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ


