ત્યારે આજે 16 માં દિવસે આ બાઈક રેલી છોટાઉદેપુર જિલ્લામાં પ્રવેશતા છોટાઉદેપુર જીલ્લા ભાજપ યુવા મોરચાના ઉત્સાહી પ્રમુખ હિરેનભાઇ પંડિત ની આગેવાની હેઠળ જિલ્લા તાલુકાના હોદ્દેદારો સાથે ડભોઇના ગોપાલપુરા પાસે રેલીને છોટાઉદેપુર જિલ્લામાં આવકારવામાં આવી હતી અને રેલી બોડેલી તરફ આગળ વધી બોડેલી આવી ત્યારે રસ્તામાં બોડેલી પાસે નર્મદા કેનાલ પર 16 એપ્રિલ 2008 ના દિવસે બનેલી બસ દુર્ઘટના માં જીવ ગુમાવનાર વિદ્યાર્થીઓને પુષ્પાંજલિ સાથે સેવાસદન પાસે બોડેલી તાલુકાના વીર શહીદોને પુષ્પાંજલિ અર્પણ કરી ડૉ. પ્રશાંત કોરાટ સાથે સંખેડા ના ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી, જિલ્લા ભાજપના અધ્યક્ષ રશ્મીકાંત વસાવા ,જિલ્લા મહામંત્રી રાજેશભાઈ પટેલ , કોષાધ્યક્ષ રાજુભાઇ શાહ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ હિરેન પંડિત, બોડેલી તાલુકા યુવા મોરચા પ્રમુખ તુષાર પટેલ, બોડેલી તાલુકા ભાજપ પ્રમુખ કાર્તિક શાહ વિગેરે સહિત કાર્યકરો દ્વારા શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી.
બાઇક રેલી બોડેલી અલીપુરા ચાર રસ્તા થી બોડેલી નગરમાં પ્રવેશી જ્યાં ગિરિરાજ મેડિકલ સ્ટોર પાસે પ્રદેશ યુવા ભાજપ પ્રમુખ ડૉ. પ્રશાંત કોરાટે રેલીમાં જોડાયેલા બોડેલી તાલુકાના યુવા કાર્યકરોને સંબોધતા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત દેશને આઝાદી અપાવવા શહીદ થયેલા દેશના વીર જવાનો અને આઝાદ ભારતમાં ફરજ બજાવતા ગુજરાતના શહીદ થયેલા વીર જવાનોને શ્રદ્ધાંજલિ આપવાના હેતુસર આ બાઇક રેલીમાં આયોજન કરવામાં આવ્યું છે તેમ કહી તેઓએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી ના શાસનમાં ભારત દેશ ઉત્તરોત્તર પ્રગતિ કરી રહ્યું છે અને સમગ્ર વિશ્વમાં એક આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે નરેન્દ્રભાઈના હાથ વધુ મજબૂત કરવા નજીકના સમયમાં આવનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર પાવીજેતપુર અને સંખેડા એમ ત્રણેય વિધાનસભા બેઠકો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જંગી બહુમતીથી જીતશે તેઓ વિશ્વાસ આજે બાઇક રેલી ના ભવ્ય સ્વાગત અને જિલ્લાના યુવા કાર્યકરોનો ઉત્સાહ પરથી વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


