*રાજકોટ શહેરમાં ઈ-મેમો થી સામે આવ્યો છબરડો. રાજકોટમાં બુલેટ અને એક્ટિવા એક જ નંબર પ્લેટના કેવી રીતે હોઈ શકે.*
*રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં રહેતા મીનાબહેન રૂપાપરા પાસે એક્ટિવા વાહન છે. પણ તેમને ઘરે જે ઈ-મેમો આવેલ છે. તેના ફોટોમાં બુલેટનો ફોટો જોવા મળે છે. જયારે આશ્ચર્યની વાત એ છે કે જે બુલેટના ફોટા સાથે મેમો મળેલ છે. તેમાં બુલેટનો નંબર અને એક્ટિવાનો નમ્બર એક જ જોવા મળી રહ્યો છે. તા.૧૯ જુલાઈ સવારે ૧૧:૩૦ વાગ્યાના સમયે માલવિયાનગર પાસેથી એક બુલેટનો ફોટો લેવામાં આવ્યો છે. જેને માસ્ક પહેરેલ નથી. તેને મેમો મોકલવાના પગલે તે બુલેટના નમ્બર પ્લેટની વિગતને આધારે જે તે ઘરના સરનામે મેમો મોકલવામાં આવેલ છે. શહેરના CCTV નો ઉપયોગ ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરે તે માટે તો થાય જ છે. પણ અત્યારે માસ્ક ન પહેરનાર લોકોને પણ ઘરે ઈ-મેમો મોકલવા માટે આ CCTV નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે માસ્ક ન પહેરનારને મેમો મોકલતી વખતે આ એક નવી વાત સામે આવી છે. રાજકોટમાં હમણાંથી બુલેટ ચોરીની ઘટના પણ પ્રકાશમાં આવી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*