નિસાર શેખ
” આઝાદી કા અમૃત ” મહોત્સવ અંતર્ગત આયુષ્યમાન ભારત,તાલુકા હેલ્થ મેળો રાજ્ય સરકારની સુચના મુજબ જીલ્લા વહીવટી તંત્ર તથા તાલુકા હેલ્થ કચેરી, મહુધા દ્વારા ” તાલુકા હેલ્થ મેળો ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આરોગ્ય ને લગતી સેવાઓ વિનામૂલ્યે તે હેતુથી વિવિધ પ્રકારના સ્ટોલ મુકવામાં આવ્યા હતા મહુધા શહેર અને મહુધા તાલુકાનાં ગ્રામજનોએ ઉત્સાહભેર આરોગ્ય ને લગતી સેવાઓ લાભ લીધો હતો જેમાં આયુષ્યમાન કાર્ડ – 112 , હેલ્થ આઈડી કાર્ડ – 109 , બીપી/ડાયાબિટીસ તપાસ – 210 , લેબોરેટરી ટેસ્ટ – 97 , આર્યુવેદિક ઓપીડી – 75 , હોમિયોપેથી ઓપીડી – 68 , જનરલ ઓપીડી – 119 લોકો દ્વારા લાભ લીધો હતો તથા રેડક્રોસ બ્લડ ડોનેશન કેમ્પમાં 18 લોકોએ બ્લડ ડોનેટ કર્યું હતું
સાથે સાથે મહુધા શહેર અને મહુધા તાલુકાના ગ્રામજનોને નામ,મહુધા કોર્ટ નાં દેવયાની બેન રાઠોડ એડવોકેટ દ્વારા મફ્ત કાનૂની શિક્ષણ સહાય સલાહ આપવામાં આવી હતી જેમાં આ પ્રસંગે ખેડા જિલ્લા ભાજપ મહામંત્રી નટુભાઈ સોઢા,મહુધા તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ રાયસિંગ ભાઈ પરમાર,મહુધા ભાજપ સંગઠનના પ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ,ખેડા જિલ્લા આઈ.ટી.સેલ હેમંતભાઈ પટેલ,મહુધા શહેર ભાજપ સંગઠન,જિલ્લા આરોગ્ય અધિકારી ડો.ગઢવી ,મહુધા તાલુકા હેલ્થ ઓફિસર ડો.ધ્રુમિલ પરીખ સાહેબ,મહુધા તાલુકા ભાજપ મહામંત્રી નરસિંહ ભાઈ ભોજાણી, વિરેન્દ્રભાઈ પટેલ,તાલુકા ભાજપ મહામંત્રી કિશાન મોરચા મેહુલભાઈ સોઢા,મહુધા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ,મહુધા શહેર ભાજપ પ્રમુખ રૂપેશભાઈ રાઠોડ,મહુધા શહેર ભાજપ મહામંત્રી મધુભાઈ રબારી,આશા વર્કર બહેનો સહિત આરોગ્ય વિભાગ નાં તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યાં હતાં


