Delhi

બર્કશાયર હેથવે ઈન્ક વિશ્વનો સૌથી મોંઘો શેર

નવીદિલ્હી
શેરબજારમાં રોકાણ કરીને લોકો લાંબા ગાળામાં મોટી કમાણી કરી શકે છે. ભારતમાં પણ શેરબજારમાં રોકાણનું વલણ ઝડપથી વધી રહ્યું છે, ખાસ કરીને છેલ્લા બે વર્ષમાં છૂટક રોકાણકારોની સંખ્યામાં ઝડપથી વધારો નોંધાયો છે. રોકાણકારોને હંમેશા સલાહ આપવામાં આવે છે કે નાની રકમથી રોકાણ કરવાનું શરૂ કરવું જાેઈએ. લોકો સારા વળતર માટે મોટી કંપનીઓમાં રોકાણ કરે છે. બધા સ્ટોકના ભાવ અલગ-અલગ હોય છે. મોટાભાગના રિટેલ રોકાણકારો સસ્તા શેરો પર ધ્યાન કેન્દ્રીત કરે છે. તે જ સમયે, વિશ્વમાં એક કરતાં વધુ મોંઘા સ્ટોક પણ છે. કેટલાક શેરના ભાવ સાંભળીને તો ભલભલાના હોશ ઉડી જાય. તેમાં રોકાણ કરવાની તો ભાગ્યે જ કોઈ કલ્પના કરી શકે. શું તમને ખબર છે દુનિયાનો સૌથી મોંઘો શેર ક્યો છે? તે કંપનીનો માલિક કોણ છે? ખરેખર, વિશ્વના સૌથી મોંઘા સ્ટોકની કિંમત કરોડોમાં છે. બર્કશાયર હેથવે ઈન્ક વિશ્વનો સૌથી મોંઘો શેર છે. આ કંપનીના એક શેરની કિંમત ૪ કરોડ રૂપિયાથી પણ વધુ છે. ૨૦ એપ્રિલ સુધી બર્કશાયર હેથવે ઈન્ક.ના શેરની કિંમત ઇં૫,૨૩,૫૫૦ એટલે કે ૪,૦૦,૧૯,૩૭૬ રૂપિયા હતી. દરેક રોકાણકાર આ કંપનીમાં પૈસા રોકવા માગે છે, પરંતુ જ્યારે ઓછામાં ઓછા ૪ કરોડ રૂપિયા હશે, તો જ તેઓ શેર ખરીદી શકશે. આવી સ્થિતિમાં, બર્કશાયર હેથવે ઈન્કમાં રોકાણ કરવું એ મોટાભાગના લોકો માટે એક સ્વપ્ન જાેવા સમાન છે. બર્કશાયર હેથવે ઈન્ક કંપનીના પ્રમુખને તમે જાણતા હશો. વોરેન બફેટને આજની તારીખમાં કોઈએ ઓળખની જરૂર નથી. વિશ્વની સૌથી મોંઘી સ્ટોક કંપની બર્કશાયર હેથવે ઈન્ક.ના વડા વોરેન બફેટ છે. સમગ્ર વિશ્વમાં લોકો સૌથી અનુભવી રોકાણકાર વોરેન બફેટને અનુસરે છે. એવું કહેવાય છે કે વોરન બફેટ જે કંપનીમાં રોકાણ કરે છે તેના દિવસો બદલાય જાય છે. ફોર્બ્સ અનુસાર, વોરેન બફેટ બર્કશાયર હેથવેમાં ૧૬ ટકા ભાગ ધરાવે છે. કંપનીનો મોટાભાગનો બિઝનેસ અમેરિકામાં છે. કંપનીમાં આશરે ૩,૭૨,૦૦૦ કર્મચારીઓ કામ કરે છે. બર્કશાયર હેથવે ઈન્ક. અમેરિકા સિવાય ચીનમાં પણ વિસ્તરણ કરવાની યોજના બનાવી રહ્યું છે. ૧૯૬૫માં જ્યારે વોરેન બફેટે આ ટેક્સટાઈલ કંપનીની કમાન સંભાળી ત્યારે તેના શેરની કિંમત ઇં૨૦ કરતા પણ ઓછી હતી.

Berkshire-Hathaway-Inc.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *