ગાંધીનગર
આલમપૂર પાટીયા પાસે ગત તા. ૬ માર્ચની નરેશભોઈ અને ફેજલ સગરીયાત પલ્સર બાઇક લઈને જઈને રહ્યા હતા. ત્યારે અજાણ્યા વાહને ટક્કર મારતાં બંને મિત્રો બાઈક પરથી ઊછળીને જમીન ઉપર પટકાયા હતા. આ અકસ્માતના પગલે રાહદારીઓ એકઠા થઇ ગયા હતા અને બન્ને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા. આ ઘટનામાં ફેજલ સગરીયાતનું શરીરે ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. જેનાં પગલે નરેશની ફરિયાદના આધારે ગુનો નોંધી ચીલોડા પોલીસ મથકના પીઆઈ મયુરધ્વજસિંહ જાડેજા, પીએસઆઇ એન. જી. પરમારે ટીમના માણસો સાથે તપાસનો દોર હાથ ધર્યો હતો. પોલીસે અકસ્માત સ્થળની મુલાકાત કરીને આસપાસના વિસ્તારોનાં અનેક સીસીટીવી ફુટેજ ચકાસ્યા હતા. જેમાં અકસ્માત કરનાર કાર મહિન્દ્રા ટીયુવી કાર હોવાની પુષ્ટિ થઈ હતી. બાદમાં હ્યુમન રિસોર્સિસની મદદથી અકસ્માત કરનારા ગાડી એક શો રૂમમાં રીપેરીંગમાં પડી હોવાની જાણ થતાં પોલીસે કાર ચાલક નિલેશ મનુભાઈ પટેલ (રહે. આલમપૂર) ની ધરપકડ કરી અન ડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, ભૂતકાળમાં પણ ચીલોડા પોલીસ મથકના તત્કાલીન પીઆઈ તરલ ભટ્ટે પણ અકસ્માતમાં મોત નિપજાવી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલકને પણ પકડી લેવામાં આવ્યો હતો.ગાંધીનગરથી ચીલોડા તરફ જતા આલમ પૂર પાટીયા પાસે ૪૭ દિવસ અગાઉ અજાણ્યા વાહનની ટક્કરથી બાઈક સવાર બે મિત્રો પૈકી એકનું મોત નીપજ્યું હતું. જે અંગે ગુનો નોંધી ચીલોડા પોલીસે ઘટનાસ્થળની આસપાસનાં ફુટેજની ચકાસણી હાથ ધરતા અકસ્માત કરનાર કાર ચાલક આલમપૂર ગામનો જ હોવાનું પ્રકાશમાં આવતા તેની ધરપકડ કરી લઈ અનડિટેક્ટ ગુનાનો ભેદ ઉકેલી દેવાયો છે.
