Gujarat

આશામ પોલીસ દ્વારા ધારાસભ્ય જીગ્નેશ મેવાણી ની ધરપકડને લઈ માંગરોળ તાલુકા અને શહેર અનુસુચિત જાતિ દ્વારા આક્રોશ પૂર્વક આવેદનપત્ર પાઠવામા આવ્યું

ગુજરાત રાજ્યના ધારાસભ્ય અને દિગગજ અનુસુચિત જાતિના નેતા જીગ્નેશ મેવાણી ની પાલનપુર ખાતે થી આશામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને તેમના 3 દિવસ ના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે જેના પડઘા રાજ્યભરમાં પડયા છે.
પોલીસ દ્વારા કોઈપણ પ્રકારની એફ આઈ આર ની નકલ બતાવ્યા વિના પૂર્વગ્રહ રાખી જીગ્નેશ મેવાણી ની ધરપકડ કરતા અનુસુચિત જાતી સમાજના લોકો રોષેભરાયા છે જે બાબતે માંગરોળ શહેર અને તાલુકાના અનુસુચિત જાતી સમાજ દ્વારા મામલતદાર મારફતે રાજયપાલ ને આવેદનપત્ર પાઠવામાં આવ્યું અને તાત્કાલિક જીગ્નેશ મેવાણી ને મુક્ત કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.
માંગરોળ શહેર અને તાલુકાના અનુસૂચીત જાતિ દ્વારા જીગ્નેશભાઈ મેવાણી ના સમર્થનમાં માંગરોળ મામલતદાર ને મનીષભાઈ ગોહિલની આગેવાનીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું.
માંગરોળ અનુ જાતિ સમાજના લોકો બાબા સાહેબ આંબેડકર ની પ્રતિમા પાસે ભેગા થયા હતા ત્યાં તેમની પ્રતિમા ને હારતોરા કરી  મામલતદાર કચેરી પહોચ્યા હતા અને ત્યાં આવેદનપત્ર પાઠવામાં આવ્યું હતું.
માંગરોળ આગેવાન મનીષભાઈ ગોહેલ એડવોકેટ અનુ જાતિ. વિનુભાઈ ગોહેલ પ્રમુખ , વીરેન્દ્ર મકવાણા, દેવેન્દ્ર ગોહેલ, કાન્તીભાઈ ગોહેલ એડવોકેટ, હરિભાઈ મેવાડા, ખીમજીભાઈ પરમાર, રામજીભાઈ અખિયા સરપંચ, દેવાભાઈ મકવાણા સહિત ના આગેવાનો જોડાયા હતા અને જણાવ્યું હતું
જો તાત્કાલિક આ બાબતે નિર્ણય લેવામાં નહીં આવે તો અનુસુચિત સમાજ દ્વારા ધરણા કરવામાં આવશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચરાવામાં આવલ
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

IMG-20220423-WA0065.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *