ઉત્તરપ્રદેશ
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજના થરવઈ પોલીસ મથક હદના ખેવરાજપુર ગામનો છે. હત્યાનું કારણ હજુ જાણવા મળ્યું નથી. પોલીસ મામલાની તપાસમાં લાગી છે. સામૂહિક હત્યાકાંડનો ભોગ બનનારાઓમાં રામ અવતારના પુત્ર રાજકુમાર યાદવ (૫૫), રાજકુમારના પત્ની કુસુમ (૫૦), મનીષા (પુત્રી ૨૫), પુત્ર સુનિલની પત્ની સવિતા (૩૦) અને સુનિલની પુત્રી મિનાક્ષી (૨) સામેલ છે. પોલીસે પુત્રી અને પુત્રવધુ સાથે દુષ્કર્મની આશંકા વ્યક્ત કરી છે. મૃતક મહિલાઓના કપડાં અસ્તવ્યસ્ત જાેવા મળ્યા. વારદાત બાદ પોલીસ હાલ ગ્રામીણો અને સંબંધીઓની પૂછપરછ કરી રહી છે. ૧૬ એપ્રિલે પણ પ્રયાગરાજના ગંગાપાર નવાબગંજ પોલીસમથક હદના ખાગલપુર ગામમાંથી એક જ પરિવારના ૫ લોકોના મૃતદેહ મળ્યા હતા. પરિવારના મુખ્યા રાહુલનો મૃતદેહ સાડીના ફંદાથી લટકેલો હતો અને તેના શરીર પર ઈજાના કોઈ નિશાન નહતા. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે રાહુલ સિવાય અન્ય ચાર સભ્યો રાહુલની પત્ની અને ત્રણ દીકરીઓના ગળા પર ધારદાર હથિયારથી વારનું નિશાન હતું. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજથી મોટા સમાચાર આવ્યા છે. પ્રયાગરાજના ગંગાપાર વિસ્તારમાં સામૂહિક હત્યાકાંડનો મામલો સામે આવ્યો છે. જ્યાં એક જ પરિવારના ૫ લોકોની ધારદાર હથિયારથી હત્યા કરી દેવાઈ છે. સૂચના મળતા જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.
