શ્રાઈન બોર્ડે વિદેશથી આવેલા શ્રદ્ધાળુઓ અને પ્રવાસી ભારતીયોને ભારત પહોંચ્યાના ઓછોમાં ઓછા 28 દિવસ સુધી માતા વૈષ્ણો દેવી મંદિર ન આવવા સલાહ આપી છે. જેને ખાંસી, તાવ અને શ્વાસ લેવામાં તકલીફ છે તેવા શ્રદ્ધાળુઓને પણ યાત્રાનો કાર્યક્રમ બંધ રાખવા સલાહ આપી છે.
- કાશી વિશ્વનાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને પહેલા હાથ ધોઈ પછી અંદર જવા દેવાય છે
- વિદેશથી પાછા ફરેલા શ્રદ્ધાળુઓને 28 દિવસ સુધી દર્શન માટે ન આવવા સલાહ
- લોકોને જાગૃત કરવા માટે હોડિંગ લગાવવામાં આવ્યાં અને હેલ્પ ડેસ્ક બનાવવામાં આવ્યા
કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચનાર દર્શનાર્થીઓને પહેલા આ કામમ કરાવાય છે
કોરોના વાયરસના પ્રકોપથી ધાર્મિક સ્થળ પણ સર્તક થઈ ગયા છે અને સાવાધાની રાખી રહ્યા છે. વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિરમાં દર્શન કરવા પહોંચનાર દર્શનાર્થીઓને પહેલા હેન્ડ વૉશ કરાવાય છે. એ બાદ તેમને પ્રવેશ આપવામાં આવે છે. ત્યારે માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડે એડવાઈઝરી જાહેર કરી છે.