Gujarat

રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન કરાયેલ લોકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો હતો

*રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન કરાયેલ લોકોના ભોજનમાં ઈયળ નીકળતા હોબાળો મચાવ્યો હતો.*

*રાજકોટ શહેર તા.૨૫.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરની સમરસ હોસ્ટેલમાં સરકારી ક્વોરન્ટીન ફેસેલિટીમાં હોબાળો થયો હતો. દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોને આ હોસ્ટેલમાં ક્વોરન્ટીન કરાયા છે. ભોજનના સમયે તેમાં ઈયળ નીકળતા ત્યાં પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોએ હોબાળો મચાવ્યો હતો. તંત્ર દ્વારા હલકી ગુણવત્તાનું ભોજન આપવામાં આવતું હોવાનો પણ આરોપ લગાવ્યો હતો. ઉલ્લેખનિય છે કે અહી તંત્ર દ્વારા ભોજનની તૈયાર ડિશ આપી દેવામાં આવે છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200725-WA0048.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *