Gujarat

ગુજરાતમાં ફરી એક વખત નંબર વન પર જૂનાગઢ પોલીસની નેત્રમશાખા

છેલ્લા એક વર્ષમાં એવોર્ડની હેટ્રિક અને કુલ પાંચમી વખત નેત્રમશાખા એ દબદબો જાળવી રાખ્યો.
સાગર નિર્મળ
જુનાગઢ
જુનાગઢમાં ગુજરાત પોલીસમ દ્વારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર જીલ્લાઓને દર ત્રણ માસે એવોર્ડ એનાયત કરવાનું નક્કી કરવામાં આવેલ છે. જેમાં ગૂજરાત રાજ્યના પોલીસ વડાની કચેરી દ્રારા ગુજરાત રાજ્યના દરેક જીલ્લામાંથી સારી કામગીરીની દરખાસ્ત મંગાવી, કમિટી દ્વારા વિજેતાઓના નામ નક્કી કરી, પ્રોત્સાહન અને માન્યતા આપતા કાર્યક્રમ હેઠળ એવોર્ડ એનાયત કરવામાં આવે છે, ગુજરાત રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા ના હસ્તે સન્માન કરી, સન્માન પત્ર પણ એનાયત કરવામાં આવે છે.
જૂનાગઢ રેંજના ડીઆઈજી તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા દ્વારા ગુજરાત સરકાર દ્રારા વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી શહેરમાં ટ્રાફીક નિયમન તથા જીલ્લામાં બનતા કોઇ પણ ગુન્હાનો ભેદ ત્વરીત ઉકેલવા, કોઇ વ્યક્તિનો કીંમતી સામાન ગુમ થયેલ હોય, ક્યાંય ભુલી ગયેલ હોય તો ત્વરીત તે સામાન શોધી, પોલીસ પ્રજાનો મીત્ર છે” તે સુત્રને સાર્થક કરવા સૂચના આપેલ છે.
રાજ્યના પોલીસ વડાના પ્રોત્સાહન અને માન્યતા આપતા આ કાર્યક્રમ હેઠળ એવોર્ડ એનાયત કરવા માટે રાજ્યના ડી.જી.પી. ની કચેરી ખાતે નિયુક્ત કરેલ કમીટી દ્રારા રાજ્યના તમામ જીલ્લા દ્રારા વર્ષ ૨૦૨૧, ના ક્વાર્ટર-આખરી રાઉન્ડમાં તા. ૦૧,૧૦.૨૦૨૧ થી ૩૧,૧૨,૨૦૨૧ સુધીના સમયગાળા દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી કેસ ઉકેલવામાં મળેલ સફળતાની કામગીરીનુ મુલ્યાંકન કરવામાં આવેલ હતુ. આ મુલ્યાંકન બાદ કમીટી દ્રારા જૂનાગઢ જીલ્લાની નેત્રમ શાખાને સતત ત્રીજી વખત ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આપવામાં આવેલ હતો અને ઇ- ચલણની કામગીરી માટે સમગ્ર રાજ્યમાં દ્વિતીય નંબર આપવામાં આવેલ નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ગાંધીનગર ખાતે ડી.જી.પી.આશીષ ભાટીયા દ્રારા એકી સાથે ૨ -૨ એવોર્ડ આપી સન્માનીત કર્યા હતા.વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત હજુ સુધી કુલ ૩ વખત કામગીરીનું મૂલ્યાંકન કરી એવોર્ડ આપવામાં આવેલ છે, ત્રણે વખત પી.એસ.આઈ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમ દ્રારા સમગ્ર રાજ્યમાં પ્રથમ નંબર મેળવેલ છે, અને જૂનાગઢ પોલીસને ગર્વ અપાવેલ છે.
પી.એસ.આઇ. પી.એચ.મશરૂને અગાઉ જાન્યુ ૨૦૨૧ માં, ઓગષ્ટ ૨૦૨૧, જાન્યુઆરી -૨૦૨૨ માં પણ ડી.જી.પી. શ્રી આશીષ ભાટીયા દ્રારા એવોર્ડ એનાયત કરી સન્માનીત કરવામાં આવેલ હતા. આમ પી.એસ.આઇ. પી.એચ.મશરૂને ડી.જી.પી.આશીષ ભાટીયા દ્રારા ફક્ત ૧ વર્ષના અંતરે ૫ વખત ઉત્કૃષ્ઠ કામગીરી કરવા બદલ એવોર્ડ આપી સન્માનીત કરવામાં આવેલ છે.
આમ આટલા ટૂંકા સમયગાળામાં રાજ્યના ડી.જી.પી. દ્રારા ૫ – ૫ વખત સન્માન ભાગ્યેજ કોઈ પોલીસ અધિકારી કર્મચારીને મળતું હોય છે, જ્યારે ૫-૫ વખત એવોર્ડ મેળવવા ખૂબજ મોટી સિદ્ધિ ગણી શકાય.
જૂનાગઢ જીલ્લા પોલીસ અધિક્ષકની કચેરી ખાતે કાર્યરત નેત્રમ શાખા દ્રારા ઓક્ટોબર ૨૦૨૧ થી માહે ડીસેમ્બર ૨૦૨૧ દરમ્યાન સીસીટીવી કેમેરાનો ઉપયોગ કરી બનાવનો ભેદ ઉકેલવામાં તથા ટ્રાફીક નિયમનમાં ડી.જી.પી. આશિષ ભાટિયા દ્રારા એવોર્ડ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી અને જૂનાગઢ પોલીસનુ ગૌરવ વધારતા નેત્રમ શાખાના પી.એસ.આઇ. પી.એચ.મશરૂ અને તેમની સમગ્ર ટીમને જૂનાગઢ રેંજના ડીઆઈજી, જૂનાગઢ જીલ્લા પોલીસ વડા જૂનાગઢ ડીવીઝનના ડી.વાય.એસ.પી, સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ લોહાણા સમાજ જૂનાગઢ દ્વારા પણ અભિનંદન આપવામાં આવેલ છે.

IMG_20220424_213615.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *