Gujarat

જીગ્નેશ મેવાણીની ધરપકડના વિરોધમાં માણાવદર તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

વડગામના ધારાસભ્ય અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના રાષ્ટ્રીય સંયોજક એવા જીગ્નેશ મેવાણી ની આસામ પોલીસે ધરપકડ કરી છે તેના જોરદાર પ્રત્યાઘાત પડી રહ્યા છે. આ ધરપકડના વિરોધમાં ઠેર-ઠેર થી સરકારને આવેદનપત્રો પઠવાઇ રહ્યા છે. દલિતોમાં ભારે રોષ ભભૂકી રહ્યો છે ગેરબંધારણીય રીતે થયેલી ધરપકડ ને લોકો રાજકારણમાં ખપાવી રહ્યા છે ને ભાજપ રાજકારણ રમે છે તેવી ચર્ચાઓ ચાલી રહી છે.
આજરોજ માણાવદર તાલુકા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે પણ આ ધરપકડનો વિરોધ કરી સ્થાનિક મામલતદાર મારફત રાજયપાલને એક આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી છે તે ગેરબંધારણીય રીતે કરી છે સી.આર.પી.સી.ની કલમ ૫૦(એ) મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ વિશેની જાણકારી આપવી જોઈએ જે નથી અપાઈ
ભારતના બંધારણ મુજબ ભારતના કોઈપણ ધારાસભ્યની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવે તો જે તે રાજ્યની વિધાનસભાની પૂર્વ મંજુરી લીધા બાદ જ ધરપકડ થઈ શકે. પરંતુ આ કિસ્સામાં એવું નથી થયું ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચે જણાવ્યું હતું કે જીગ્નેશ મેવાણીને તાત્કાલિક મુક્ત કરવામાં આવે જો મુક્ત કરવામાં નહીં આવે તો ટીમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ દ્વારા માણાવદર તાલુકામાં જેલ ભરો આંદોલન કરવામાં આવશે તેમ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના પ્રમુખ ભાવિનભાઈ રાઠોડે જણાવ્યું હતું
તસવીર અહેવાલ
જીગ્નેશ પટેલ માણાવદર

IMG-20220425-WA0027.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *