West Bengal

કર્ણાટકમાં હિજાબ વિવાદ બાદ સ્કૂલમાં બાઈબલનો નવો વિવાદ વકર્યો

બેંગલુરૂ
કર્ણાટકની શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ વિવાદ બાદ હવ એક નવો વિવાદ ઉભો થયો છે. રાજધાની બેંગલુરૂના ક્લેરેંસ સ્કૂલે એવું ફરમાન જાહેર કર્યું છે જેને લઇને હવે બબાલ મચી ગઇ છે. સ્કૂલે વાલીઓને કહ્યું છે કે તે પોતાના બાળકોને બાઇબલ લાવતાં રોકશે નહી. સ્કૂલના આ આ પ્રકારના આદેશ બાદ હવે હિંદુવાદી સંગઠનોએ તેનો વિરોધ જાહેર કર્યો છે અને ફરમાન કર્યું છે કે શિક્ષણના કાયદા વિરૂદ્ધ ગણાવ્યું છે. હિન્દુ જનજાગરણ સમિતિ તરફથી બેંગલુરૂના ક્લેરેંસ હાઇ સ્કૂલને લઇને આપત્તિ વ્યક્ત છે. સમિતિ દ્રારા આ વાતનો દાવો કરવામાં આવ્યો છે કે સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓને એડમીશન વખતે અંડરટેકિંગ લે છે કે વિદ્યાર્થીઓ પોતાની સાથે બાઇબલ લઇને આવશે અને તેનું અધ્યન પણ કરશે. હિન્દુ જનજાગરણ સમિતિના પ્રવક્તા મોહન ગૌડા દ્રારા આ વિષયમાં એક વીડિયો જાહેર કરી આપત્તિ વ્યક્ત કરી છે. મોહન ગૌડાએ કહ્યું કે સ્કૂલની આ કાર્યવાહી સંવિધાનની કલમ ૨૫ અને ૨૬ નું ઉલ્લંઘન છે, સાથે જ સુપ્રીમ કોર્ટના આ દેશનું ઉલ્લંઘન છે. તેમાં બાળકોના અધિકારોનું હનન થાય છે. જે ખ્રિસ્તી નથી. સમિતિ દ્રારા કર્ણાટકના શિક્ષણ મંત્રીને કેસ પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે, નહીતર પોતાના તરફથી હાઇકોર્ટમાં ઁૈંન્ દાખલ કરશે. વિવાદ સામે આવ્યા બાદ ક્લેરેંસ હાઇ સ્કૂલ તરફથી અત્યાર સુધી કોઇ પ્રતિક્રિયા આવી નથી. સ્કૂલ બ્રિટિશ કાળથી બેગલુરૂમાં સ્થિત છે અને તેની સ્થાપના વર્ષ ૧૯૧૪માં થઇ હતી. કર્ણાટકના શિક્ષણ મંત્રી શુક્રવારથી બેંગલુરૂમાં નથી અને તેમના પરત ફરતા આ વિષયની તપાસનો વિશ્વાસ અપાવ્યો છે. આ પહેલાં રાજ્યમાં હિસાબને લઇને મોટો ખૂબ વિવાદ ચાલ્યો હતો. શુક્રવારે પણ હિજાબ પહેરી પરીક્ષા આપવા પહોંચેલી બે વિદ્યાર્થીઓને સેન્ટર પર એન્ટ્રી આપવાની મનાઇ કરી દીધી હતી. તેનાથી નારાજ થઇને બે વિદ્યાર્થીઓએ પરીક્ષામાં ભાગ લીધો ન હતો અને પરીક્ષા સેન્ટર છોડીને જતા રહ્યા હતા. પરીક્ષા છોડીને જનાર છોકરીઓએ કહ્યું કે તે તેને કોઇ અન્ય જગ્યા પર જઇને હટાવી દેશે અને પરીક્ષા ખતમ થયા બાદ ફરીથી પહેરી લેશે. જાેકે તેમછતાં તેમને સેન્ટર પર એન્ટ્રી આપવામાં ન આવી હિજાબ વિવાદ વચ્ચે કડક સુરક્ષા વચ્ચે રાજ્યમાં સેકન્ડ ઇયર પ્રી યૂનિવર્સિટીની પરીક્ષા ચાલી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *