મોરબી
મોરબીના માળીયા મિયાણા તાલુકાના પીપળીયા ચાર રસ્તા પાસે અને નાના દહીંસરા ગામના પાટિયા નજીક એક બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જાેરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં વાઘેલા ભરતભાઈ નાનુભાઈ (રહે માળીયાના બગસરા ગામ)ને ગંભીર ઇજા થતાં તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે તેમના પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઇ છે.માળીયા નજીક પીપળીયા ચાર રસ્તા પાસે બાઈક અને છકડો રીક્ષા વચ્ચે જાેરદાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિને ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
