ગાંધીનગર
શાળાઓ દ્વારા ફીમાં વધારાને લઇને વાલીઓને રક્ષણ આપવા માટે આમ આદમી પાર્ટીએ સરકાર સામે મોરચો માંડયો છે. આમ આદમી પાર્ટી દ્વારા છેક સુધી લડત આપવાનું મન બનાવી લેવાયું છે. જે અંતર્ગત આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ગાંધીનગર વિધાનસભા ગેટ નંબર-૬ પાસે સરકાર વિરોધી ભારે સૂત્રોચારો કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટી દ્વારા સૂત્રોચારો કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, ગુજરાતમાં ખાનગી શાળાઓનો રાફડો ફાટયો છે, નાના પરિવારો પર આર્થિક સંકટ આવ્યું છે. પંજાબ અને દિલ્હીમાં ફી વધારા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. દિલ્હી અને પંજાબમાં ખાનગી સ્કૂલો વાલીઓ પણ દબાણ નથી કરી શકતી. દિલ્હીમાં ૭ વર્ષથી ખાનગી સ્કૂલોમાં ફી નથી વધી. પંજાબમાં પણ આપની સરકાર બની ત્યારથી ખાનગી સ્કૂલોને ફી વધારા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. અમારી માગણીઓ સંદર્ભે યોગ્ય ર્નિણય કરવામાં આવે તો ઉગ્ર લડત આપવામાં આવશે. જેના પગલે આજે વિધાનસભા બહાર એકઠા થઈ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ હોબાળો મચાવી ભારે સૂત્રોચ્ચાર કરતાં પોલીસે આગેવાનો અને કાર્યકરોની અટકાયત કરી હતી.રાજ્યમાં ખાનગી શાળાઓ દ્વારા ફીમાં વધારો કરાતા આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગરમાં વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આપના કાર્યકરોએ વિધાનસભાનો ઘેરાવ કરી સરકાર સામે સુત્રોચાર કરતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી.