*રાજકોટ શહેર માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધે છે, કાલથી ટેસ્ટ ડબલ, C.M રિલિફ ફંડમાંથી રાજકોટને ૫ કરોડ આપીએ છીએ. C.M રૂપાણી*
*રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર કોરોનાના વધતા કેસોને ધ્યાને લઈને રાજકોટ કલેક્ટર કચેરી ખાતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠક બાદ મીડિયા સાથેની વાતચીતમાં વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માર્ચમાં રાજ્યમાં પ્રથમ કેસ રાજકોટમાં આવ્યો હતો. ગુજરાતમાં કોરોનાની સ્થિતિને કન્ટ્રોલ કરી રહ્યા છીએ. બીજા રાજ્યોમાં કેસ સૌથી વધુ આવી રહ્યા છે. જે લોકો કેરળ મોડેલની વાતો કરતા હતા. ત્યાં આજે પરિસ્થિતિ જુઓ. આજે કોરોના સંક્રમણમાં ગુજરાત ૧૨ મા નંબરે આવે છે. રાજકોટમાં ૫૦ ટકા બેડ ભરેલા છે. અને હજુ ૫૦ ટકા ખાલી છે. સૌરાષ્ટ્ર અન્ય જીલ્લામાંથી દર્દીઓ આવતા હોવાથી રાજકોટ પર પ્રેશર વધી રહ્યું છે. બહારના ૪૦ ટકા લોકો એવા છે. જેના રાજકોટમાં મોત થયા છે. આજે રાજકોટમાં સૂચના આપી છે. આપણે નક્કી કર્યુ છે કે ટેસ્ટ વધારો. રાજકોટમાં કાલથી ટેસ્ટ ડબલ કરાશે. માઈક્રો પ્લાનિંગ સાથે સરકાર આગળ વધી રહી છે. C.M રિલિફ ફંડમાંથી આજે રાજકોટને વધુ ૫ કરોડ રૂપિયા આપું છું. રાજકોટમાં ૩૫૦૦ બેડની વ્યવસ્થા થઇ ગઈ છે. રાજકોટવાસી ઓને ચિંતા કરવાની જરૂર નથી. રાજકોટમાં કાલથી કોરોના ટેસ્ટિંગ ડબ્બલ કરાશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ તંત્રને કોરોના ટેસ્ટની સંખ્યા વધારવા તંત્રને આદેશ આપ્યા છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*