નવીદિલ્હી
સોવિયત સંઘના સમયમાં બનેલા ગ્રેડ રોકેટનો ઉપયોગ હજુ પણ લગભગ ૧૦૦ દેશો કરી રહ્યા છે. આ બહુ ભરોસાપાત્ર અને ભયંકર વિનાશ કરનારું હથિયાર છે. તેનું અસલી નામ બીએમ-૨૧ છે. આ હથિયાર ભારતમાં પણ છે. ભારત પાસે તેનું સ્વદેશી વર્ઝન પણ છે. જે વધુ ખતરનાક છે. બીએમ-૨૧ ગ્રેડ રોકેટ્સને ટ્રકની ઊપર લાગેલા લોન્ચર્સથી છોડવામાં આવે છે. અત્યાર સુધીમાં સમગ્ર વિશ્વમાં તેના લગભગ એક લાખ યુનિટ બની ચૂક્યા છે. એક ડઝન દેશોએ તેના પોતાના વેરિયન્ટ એટલે કે વર્ઝન પણ બનાવ્યા છે. આ રોકેટ આજે પણ કોઈપણ પ્રકારના યુદ્ધ દરમિયાન સૌથી પહેલા ઉપયોગમાં લેવાતું શ્રેષ્ઠ હથિયાર છે. કારણ કે દુશ્મન માટે તેનાથી બચવું મુશ્કેલ છે. એક ટ્રેક લોન્ચર ઉપર ૪૦ બેરલ લાગેલા હોય છે. એટલે કે ૪૦ બીએમ-૨૧ ગ્રેડ રોકેટ્સને અમુક જ સેકન્ડમાં છોડી શકાય છે. રોકેટની લંબાઈ ૨૪.૨ ફૂટ હોય છે. તેને ચલાવવા માટે ત્રણ લોકોની જરૂર પડે છે. તેના લોન્ચરથી દર સેકન્ડે બે રોકેટ છોડી શકાય છે. મહત્તમ ફાયરિંગ રેટ ૨૪૦ રોકેટ પ્રતિ મિનિટ હોય છે. કેટલા લોન્ચર રોકેટ છોડવા માટે તૈયાર કરવામાં આવ્યા છે, તેના પર ર્નિભર રહે છે. ૧૯૯૯માં કારગિલ યુદ્ધ દરમિયાન ભારતીય સેનાએ આ બીએમ-૨૧ ગ્રેડ રોકેટ્સનો ઉપયોગ કરીને ઊંચા પહાડો પર હાજર પાકિસ્તાની સેના અને આતંકવાદીઓની કોશિશ નાકામ કરી હતી. તેની સ્પીડ ૬૯૦ મીટર પ્રતિ સેકન્ડ છે. જ્યારે રેન્જ ૦.૫ મીટરથી ૪૫ કિલોમીટર સુધી હોય છે. મજાની વાત એ છે કે આ રોકેટ પર અનેક પ્રકારના વોરહેડ તૈનાત કરી શકાય છે. જેમ કે- ફ્રેગમેન્ટેશન, એન્ટી ટેન્ક માઇન્સ, એન્ટી ટેન્ક સબમ્યુનિશન, અન્ડરવોટર ચાર્જ અને ઇંસેનડિયરી. ભારત પાસે બીએમ-૨૧ ગ્રેડ રોકેટ્સનું અપગ્રેડેડ વર્ઝન છે. જેને બીએમ-૨૧ /ન્ઇછઇ કહેવાય છે. ભારતીય સેના પાસે આવા લગભગ ૨૪૦ લોન્ચર છે. એટલે કે તેમાં ઉપયોગમાં લેવાતા રોકેટની સંખ્યા અનેક ગણી વધારે હશે. તે એક પ્રકારની મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ છે. તેનું સ્વદેશી વર્ઝન પિનાકા મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ ભારતીય સેના પાસે સર્વિસમાં છે. ભારત પાસે અવેલેબલ બીએમ-૨૧ ગ્રેડ રોકેટ ૧૨૨ દ્બદ્બ કેલિબરના છે. આ ઉપરાંત ભારત પાસે આ ટેક્નોલોજી પર આધારિત મિડ રેન્જની આકાશ મિસાઈલ પણ છે. તે સપાટીથી હવામાં પ્રહાર કરતી મિસાઈલ સિસ્ટમ છે. એટલું જ નહીં, ભારત પાસે બીએમ-૩૦ જીદ્બીષ્ઠિર મલ્ટી રોકેટ લોન્ચર સિસ્ટમ પણ છે. બીએમ-૩૦ જીદ્બીષ્ઠિરમાં ૧૨ બેરલ હોય છે. આ રોકેટ ૩૯.૪ ફૂટ લાંબુ છે. તે ૩૦૦ દ્બદ્બ કેલિબરનું હોય છે. તેની મહત્તમ રેન્જ ૯૦ કિમી છે. તે પણ ટ્રક પર લગાવેલા લોન્ચરથી ફાયર કરવામાં આવે છે. આમાં ક્લસ્ટર મ્યુનિશન, એન્ટિ-પર્સનલ, એન્ટિ-ટેન્ક, હીટ, થર્મોબેરિક વોરહેડ્સ લગાવી શકાય છે. ભારત પાસે આવા કુલ ૧૬૨ લોન્ચર્સ છે.