પંજાબ
પંજાબના પટિયાલામાં બે અલગ-અલગ ધર્મો સાથે જાેડાયેલા સંગઠનોનો પોલીસ સાથે ટકરાવ થયો હતો. આ ટકરાવ જુલૂસ કાઢવાને લઈને થયો હતો. પોલીસે રોકતા એક સમુહે તેમના પર પથ્થરમારો કર્યો તો બીજાએ તલવારથી હુમલો કર્યો હતો. પોલીસ પ્રમાણે બંને સમુદાયોની પાસે જુલૂસ કાઢવાની મંજૂરી નહોતી. આ ઘટનામાં એસએચઓ ઈજાગ્રસ્ત થયા છે, તો ત્રણ ચાર જવાનને પણ ઈજા પહોંચી છે. તણાવની સ્થિતિ જાેતા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી દેવામાં આવી છે. પોલીસ સ્થિતિને સંભાળવાનો પ્રયાસ કરી રહી છે. બંને સમુદાયના લોકોને ધાર્મિક સ્થળો પર પરત મોકલી દેવામાં આવ્યા છે. પટિયાલામાં થયેલી હિંસાની ઘટના પર પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને કહ્યુ કે, પટિયાલામાં ઘર્ષણની ઘટના ખુબ દુર્ભાગ્યપૂર્ણ છે. મેં ડીજીપી સાથે વાત કરી, તે વિસ્તારમાં શાંતિ જાેવા મળી રહી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમે સ્થિતિ પર નજર રાખી રહ્યાં છીએ અને કોઈને રાજ્યમાં અશાંતિ ઉભી કરવા દેશું નહીં. પંજાબની શાંતિ અને સદ્ભાવ અત્યંત મહત્વપૂર્ણ છે. તો આ ઘટના પર પટિયાલા ઝોનના આઈજી રાકેશ અગ્રવાલે જણાવ્યુ કે કેટલાક તોફાની તત્વો અને અફવાઓને કારણે આ ઘટના થઈ. અમે શહેરમાં ફ્લેગ માર્ચ કરી રહ્યાં છીએ. લોકોને અપીલ છે કે અફવાઓથી બચો. પોલીસ અને સિવિલ તંત્રએ બધુ કાબુમાં કરી લીધુ છે. કાલે શાંતિ કમિટીની બેઠક બોલાવવામાં આવી રહી છે. આ સાથે તેમણે લોકોને શાંતિ બનાવી રાખવાની અપીલ કરી છે. પોલીસ તરફથી ફાયરિંગ પર આઈજી રાકેશ અગ્રવાલે કહ્યુ કે, આ બધુ જાપતે પ્રમાણે થાય છે. તેની તપાસ થશે. જે ગોળી લાગી છે તેની પણ તપાસ થઈ રહી છે. અમારા તરફથી કડક કાર્યવાહી કરવામાં આવશે. બહારથી પણ ફોર્સ બોલાવવામાં આવી છે.