Delhi

જીગ્નેશ મેવાણીના જામીન મંજૂર થયા હવે જેલમુક્ત થશે

નવીદિલ્હી
આસામ પોલીસની એક ટીમે ગયા અઠવાડિયે ગુજરાતમાંથી મેવાણીની ધરપકડ કરી હતી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર કથિત ટિ્‌વટ પર નોંધાયેલા કેસમાં અપક્ષ ધારાસભ્યની ધરપકડ કરી હતી. આ ટિ્‌વટમાં મેવાણીએ દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોડસેને ભગવાન માને છે’. કોકરાઝાર પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલી એફઆઈઆર મુજબ, મેવાણીએ પણ આ જ ટ્‌વીટનો ઉપયોગ કરીને મોદીને તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવાની અપીલ કરી હતી. ટ્‌વીટના સંબંધમાં જામીન પર મુક્ત થયા પછી, મેવાણીની ફરી એક મહિલા પોલીસ કર્મચારી પર હુમલો કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, જે તેને કોકરાઝાર લાવવાની ટીમનો ભાગ હતા. પીએમ નરેન્દ્ર મોદી પર કરવામાં આવેલા ટ્‌વીટ બદલ ગુજરાતના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી. કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીની વડાપ્રધાન વિરુદ્ધ તેમના કથિત ટિ્‌વટ્‌સ અંગે ૈંઁઝ્ર અને ૈં્‌ એક્ટની વિવિધ કલમો હેઠળ કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં હ્લૈંઇ નોંધાયા બાદ ગત સપ્તાહે બુધવારે રાત્રે ગુજરાતના પાલનપુરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. તેણે કથિત રીતે એક ટિ્‌વટ કર્યું હતું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ‘ગોડસેને ભગવાન માને છે’. મેવાણીને ગત સપ્તાહે ગુરુવારે સવારે ગુજરાતથી ગુવાહાટી અને પછી રોડ માર્ગે કોકરાઝાર લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્યારે તેને ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા હતા.વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવે એ પહેલા જ આસામ પોલીસે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ કરીને આસામ લઈ ગઈ હતી. જાેકે, એક કેસમાં જામીન મળ્યા બાદ મહિલા પોલીસ અધિકારી સાથે કથિત મારપીટ કેસમાં ધરપકડ થઈ હતી. જાેકે આજે શુક્રવારે બારપેટા જિલ્લાની કોર્ટે જિગ્નેશ મેવાણીને જામીન આપ્યા હતા. જાેકે, ૩૦ એપ્રિલ સુધી જિગ્નેશ મેવાણી જેલ મુક્ત થશે.

MLA-jignes-Mevani.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *