સાગર નિર્મળ
જૂનાગઢ
29/04/2022
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરા દ્રારા રૂ.૧૦,૦૦૦/-ની કીંમતનો ખોવાઇ ગયેલ મોબાઈલ ફોન જૂનાગઢ પોલીસ દ્રારા શોધી કાઢેલ.
ડો. બી.પી.સાવલીયા જૂનાગઢ ખાતે રહેતા હોય તા.૨૧/૦૪/૨૦૨૨ ના રોજ પોતાના ક્લિનિકથી ધરે જતા સમયે તેમનો ઓપો કંપનીનો એ 5 એસ મોબાઇલ ફોન રસ્તામાં પડી ગયેલ હતો, જેની કિંમત રૂ.૧૦,૦૦૦/- હોય, જે મોબાઈલ ફોન ભવિષ્યમાં મળવો મુશ્કેલ હોય અને ડો. બી.પી.સાવલીયા વ્યથિત થઈ ગયેલ હતા. બી.પી.સાવલીયા દ્રારા આ બાબતની જાણ બી.ડીવી.પો.સ્ટે.ના પી.આઇ. આર.એસ.પટેલને કરતા તેમના દ્વારા જીલ્લાના નેત્રમ શાખાના (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) પી.એસ.આઇ. પી.એચ.મશરૂને જાણ કરતા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લાના તમામ થાણા અમલદારોને પ્રજા સાથે સોહાર્દપૂર્ણ વર્તન કરી, મદદરૂપ થવા તેમજ પોલીસ સ્ટેશન ખાતે મદદ માટે આવતા લોકોને શક્ય તે મદદ કરી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરવા તમામ પ્રયત્નો કરવા ખાસ સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ ડિવિઝનના ડી.વાય.એસ.પી. પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બી.ડીવી.પો.સ્ટે.ના પો.ઇન્સ. આર.એસ.પટેલ તથા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ, પો.કો. જાનવીબેન પટોલીયા, વિક્રમભાઇ જીલડીયા, ચેતનભાઇ સોલકી તથા બી.ડીવી.પો.સ્ટે.ના પો.હેડ.કોન્સ.કે.ડી.રાઠોડ,પો.કોન્સ. પ્રશાંત ચુડાસમા સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, ડો. બી.પી.સાવલીયાનો જે સ્થળેથી મોબાઇલ ફોન ખોવાયેલ હતો તે સ્થળના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરવામાં આવેલ CCTV ફૂટેજ ચેક કરતા CCTV CAMERAમાં એક વાહન ચાલક દ્વારા મોબાઈલ ફોન લેતા હોવાનું ધ્યાને આવેલ જે આધારે તે *ગાડી નંબર GJ 11 CJ 2206 શોધી કાઢેલ.
તે ગાડી નંબર આધારે વાહન ચાલક આકોલીયા પંકજભાઇ માથુરભાઇ હોવાનુ શોધી કાઢવામાં આવેલ હતુ. તે વાહન ચાલકની પૂછ પરછ કરતા તેમને ઉક્ત મોબાઇલ ફોન પોતાની પાસે હોવાની કબુલાત કરી હતી. આજના યુગમાં લોકો પ્રામાણીકતાથી પોતાને કોઈનો સામાન કે વસ્તુ મળેલ હોય તો પરત કરતા હોય છે, નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ખાતેના પી.એસ.આઇ પી.એચ.મશરૂ તથા સ્ટાફ દ્રારા બી.પી.સાવલીયાનો OPPO કંપનીનો A5S મોબાઇલ ફોન કે જેની કી. રૂ. ૧૦,૦૦૦/- છે, તે મોબાઇલ ફોન ગણતરીની મિનિટોમાં સહી સલામત પરત કરેલ હતો અને વાહન ચાલકને ઠપકો પણ આપેલ હતો, જૂનાગઢ પોલીસ દ્વારા રૂ. ૧૦,૦૦૦/- ની કિંમતનો OPPO કંપનીનો A5S મોબાઇલ ફોન સહિ સલામત પરત અપાવવા માટે કરેલ તાત્કાલિક સવેંદનપૂણૅ કાર્યવાહીથી પ્રભાવિત થઈને ડો. બી.પી.સાવલીયાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.
જૂનાગઢ જીલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાશમ સેટ્ટી દ્વારા પણ પ્રજા સાથે સંવેદના પૂર્ણ કાર્યવાહી કરવા બદલ જીલ્લા નેત્રમ શાખા (કમાન્ડ & કંટ્રોલ સેન્ટર) ટીમને અભિનંદન આપેલ હતા. આમ, જૂનાગઢ પોલીસ દ્વારા ગણતરીની મિનિટોમાં ડો. બી.પી.સાવલીયાનો રૂ.૧૦,૦૦૦/- ની કીમતનો ગુમ થયેલ મોબાઈલ ફોન સહી સલામત પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને ફરીવાર સાર્થક કરવામાં આવેલ છે.