*રાજકોટ શહેર ગંજીવાડા વિસ્તારમાં મેડીકલ ડીગ્રી વગર ક્લીનીક ચલાવતા બોગસ ડોક્ટરને S.O.G ની ટીમે દબોચી લીધો હતો.*
*રાજકોટ શહેર તા.૨૯.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેરના મહે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જોઈન્ટ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ, નાયબ પોલીસ કમિશ્નર પ્રવિણકુમાર અને મનોહરસિંહ જાડેજા તરફથી રાજકોટ શહેર વિસ્તારમાં સામાન્ય પ્રજાના આરોગ્ય સાથે ચેડા કરતા નકલી ડોક્ટર પર કાયદાકીય રીતે કડક હાથે કામ લેવાની આપેલી સુચના તથા માર્ગદર્શન મુજબ S.O.G. P.I આર.વાય.રાવલ ની રાહબરી હેઠળ S.O.G ટીમનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. દરમ્યાન પો.હેડ.કોન્સ ધર્મેન્દ્રસિંહ ઝાલા પોકો. અજયકુમાર શુકલા અને રણછોડભાઈ ને મળેલ સંયુક્ત બાતમી આધારે ગંજીવાડા મેઈન રોડ શેરીનં-૭૭ ના ખુણા ઉપર રાજકોટ ખાતે ક્લીનીક ખોલી મનોજભાઈ બાનુભાઈ જોટંગીયા રહે.કિશન સોસાયટી-૧૧ કોઠારીયા રોડ કોઈ પણ જાતની મેડીકલ ડીગ્રી વિના હોસ્પીટલ સાધનો એલોપેથિક દવાઓ ઈન્જેક્શન તથા રોકડા રૂપિયા કુલ.કિં.રૂ. ૩.૮૭૭ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો. આરોપી અગાઉ ૨૦૧૨ ની સાલમાં પણ થોરાળા પોસ્ટે માં બોગસ ડોક્ટર તરીકે પ્રેક્ટીસ કરતા પકડાયો હતો. થોરાળા પોલીસે નકલી ડોક્ટર વિરૂધ્ધ ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી તપાસનો દોર લંબાવ્યો છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*