Jammu and Kashmir

જમ્મુ કાશ્મીરમાં ઉદ્યોગ ગૃહો રોકાણ કરવા આગળ આવે ઃ મનોજ સિંહા

જમ્મુ-કાશ્મીર
જમ્મુ-કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હાએ ઉદ્યોગ ગૃહોને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવા માટે આહ્વાન કર્યું છે. તેમણે કહ્યું હતું કે, દેશની અર્થવ્યવસ્થામાં બિઝનેસ હાઉસનું મહત્ત્વનું યોગદાન છે. દેશમાં રોજગાર સર્જન અને વૃદ્ધિના આ મહત્વપૂર્ણ આધારસ્તંભ છે. મનીકંટ્રોલ પ્રો ઈન્ડિયન ફેમિલી બિઝનેસ એવોર્ડ સમારોહને સંબોધિત કરતી વખતે તેમણે આ વાત કહી. મનીકંટ્રોલ પ્રો અને વોટરફિલ્ડ એડવાઈઝર્સ સાથે મળીને આ એવોર્ડની સ્થાપના કરવામાં આવી છે. મનોજ સિંહાએ કહ્યું કે દેશના જીડીપીમાં ૮૦ ટકા બિઝનેસ હાઉસનો ફાળો છે. ગ્રાહકોની માંગને પહોંચી વળવા ઉપરાંત, રોજગાર પેદા કરવામાં, સ્ટાર્ટઅપ્સને ભંડોળ પૂરું પાડવામાં બિઝનેસ હાઉસની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ રહી છે. તેઓ ભારતને ૫ ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે કહ્યું કે આર્થિક સુધારા દ્વારા જ દેશના વિકાસને વેગ આપી શકાય છે. આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનવો જાેઈએ. આ જ કારણ છે કે ઈન્ટરનેશનલ મોનેટરી ફંડએ ૨૦૨૨માં ભારતનો વિકાસ દર ઊંચા સ્તરે રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. મનોજ સિન્હાએ તમામ અગ્રણી બિઝનેસ હાઉસને જમ્મુ-કાશ્મીરમાં રોકાણ કરવાની અપીલ કરી હતી. તેમણે ઉદ્યોગપતિને ખાતરી આપી હતી કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની તુલનામાં ત્નશ્દ્ભમાં ઉદ્યોગો સ્થાપવા માટે શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે જમ્મુ-કાશ્મીરમાં પણ પારિવારિક વ્યવસાયની સંસ્કૃતિ છે. કૌટુંબિક વ્યવસાયોએ હસ્તકલા, પશ્મિના, કાર્પેટ અને બાગાયત ક્ષેત્રોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. તેમણે કહ્યું હતું કે સરકારના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને કારણે અહીં વેપારનું વાતાવરણ સકારાત્મક બન્યું છે. જીએસટી, એક્સાઇઝ ટેક્સ, સેલ્સ ટેક્સ અને સ્ટેમ્પ ડ્યુટીના વસૂલાતમાં થયેલો વધારો તેનો પુરાવો છે. ત્નશ્દ્ભ પાસે હાલમાં રૂ. ૫૨,૦૦૦ કરોડના રોકાણની દરખાસ્તો છે. આ એ પણ દર્શાવે છે કે અહીં વેપારી વાતાવરણને પ્રોત્સાહન મળ્યું છે.

Lieutenant-Governor-of-Jammu-and-Kashmir-Manoj-Sinha.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *