Delhi

યુવકની બીજે સગાઈ થતાં પ્રેમી યુવતીએ પોતાને આગ લગાવી

નવીદિલ્હી
પિન્ટો પાર્કની સૈનિક કોલોનીમાં રહેતા શિક્ષક સતેન્દ્રસિંહ ચૌહાણ ડબરામાં પોસ્ટેડ છે. તેમની ૨૧ વર્ષની પુત્રી સૃષ્ટિ મુરારની વિજયરાજે સિંધિયા ગર્લ્સ કોલેજમાં બીએસસીના ત્રીજા વર્ષની વિદ્યાર્થીની છે. તે શુક્રવારે તેના બોયફ્રેન્ડ આશિષના ઘરે પેટ્રોલની બોટલ લઈને પહોંચી હતી. તેણે બૂમ પાડીને આશિષને બહાર બોલાવ્યો, પરંતુ ઘરની બહાર કોઈ આવ્યું નહીં. અંતે યુવતીએ એસએલપી કોલેજ પાસે આશિષના ઘરની બહાર પેટ્રોલ રેડીને પોતાની જાતને આગ ચાંપી દીધી હતી અને રોડ પર પડી હતી. જે બાદ આસપાસના પાડોશીઓ તેના પર પાણી રેડીને આગ બુઝાવવા આવ્યા પણ યુવતી ૮૦ ટકા સુધી બળી ગઇ હતી. યુવતીને હોસ્પિટલમાં મોકલીને આ ઘટનાની જાણ મુરાર પોલીસને કરવામાં આવી હતી. વિદ્યાર્થીના પરિવારજનોનું કહેવું છે કે, સૃષ્ટિએ ૧૦ દિવસ પહેલા તેના બોયફ્રેન્ડ આશિષ વિશે જણાવ્યું હતું અને તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી. શુક્રવારે તેને માહિતી મળી કે આશિષની ત્રણ દિવસ પહેલા સગાઈ થઈ ગઈ છે. જ્યારે સૃષ્ટિને આ વાતની ખબર પડી ત્યારે તેણે આશિષ સાથે ઝઘડો કર્યો હતો. પ્રેમમાં વિદ્યાર્થીનીએ તેના બોયફ્રેન્ડના ઘરની સામે જ પોતાને આગ લગાવી દીધી હતી,આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં છાત્રા પોતાના હાથમાં પેટ્રોલની બોટલ લઈને કોલેજની આગળ પોતાને આગ ચાંપતી નજરે પડી હતી. જે બાદ તેના શરીર પર આગ ફરી વળે છે. એસપી અમિત સાંઘીનું કહેવું છે કે, વિદ્યાર્થિની તેના પ્રેમીની સગાઈ અન્ય જગ્યાએ થઈ જવાથી દુઃખી હતી, જેના કારણે આગ લગાડવાનો મામલો સામે આવ્યો છે. વિદ્યાર્થિનીની ગંભીર હાલતને કારણે મૃત્યુ પહેલા નિવેદન લેવું પડ્યું હતું. પોલીસ દ્વારા આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.કહેવાય છે કે, પ્રેમ આંધણો હોય છે, પરંતુ જ્યારે પોતાના જ પ્રેમીના લગ્ન અન્ય વ્યક્તિ સાથે થાય તો ઘણા લોકો પોતાના પર કાબૂ નથી રાખી શકતા. ગ્વાલિયરમાં એક વિદ્યાર્થીનીએ પોતાના બોયફ્રેન્ડની બીજી જગ્યાએ સગાઈ થયા બાદ ગુસ્સે ભરાઇ ગઇ હતી. વિદ્યાર્થીનીએ તેના બોયફ્રેન્ડના ઘરની સામે જ પોતાને આગ લગાવી દીધી. ૮૦ ટકા સુધી દાઝી ગયેલી વિદ્યાર્થીનીની હાલત ગંભીર છે. જેના કારણે પોલીસે વિદ્યાર્થીના મોત પહેલા નિવેદન પણ આપ્યું હતું.

He-committed-suicide-by-jumping-from-the-bridge.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *