Gujarat

રાજકોટ શહેર અમૂલ દૂધના કલેક્શન એજન્ટને મોરબી રોડ પર બાઇક સવાર શખ્સ છરી બતાવીને રૂ.૯૩.૫૦૦ ની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઇ ગયો હતો

*રાજકોટ શહેર અમૂલ દૂધના કલેક્શન એજન્ટને મોરબી રોડ પર બાઇક સવાર શખ્સ છરી બતાવીને રૂ.૯૩.૫૦૦ ની રોકડ ભરેલો થેલો લૂંટીને ફરાર થઇ ગયો હતો.*

*રાજકોટ શહેર તા.૩૦.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર આજીડેમ નજીક શ્રીરામ પાર્કમાં રહેતો કેતન દેવાયતભાઇ કળોતરા (ઉ.૨૪) અમૂલ દૂધનું વેચાણ કરતા ડીલરો પાસેથી આગલા દિવસના હિસાબનું કલેક્શન અને સાંજે કેટલો માલ મોકલવાનો એ ઓર્ડર લેવાની એજન્સી ધરાવે છે. કેતન કળોતરા રાબેતા મુજબ, પોતે આજે સવારે ૯ વાગ્યે રાબેતા મુજબ, ઘરેથી એક્ટિવા સ્કૂટર લઇને કલેક્શન માટે નિકળ્યા હતા. ભગવતીપરા વિસ્તારનો રૂટ લેવા બદરી પાર્ક થી વિનાયક ફ્લેટ પાસેથી પસાર થતો હતો. ત્યારે મોઢે માસ્ક પહેરેલા અજાણ્યા શખ્સો બાઇકમાં તેનો પીછો કર્યો હતો. અને જયપ્રકાશનગર-૧૩ માં તેને આંતરીને અહિંથી ઘડીએ ઘડીએ કેમ નિકળે છે. તેમ કહી ખોટો ઝગડો શરૂ કર્યો હતો. લોકો ભેગા થઇ જતાં બાઇક સવાર શખ્સ છરી બતાવીને ખભા ઉપર ટીંગાડેલો રોકડ ભરેલો રેક્ઝિનનો થેલો અને ખિસ્સામાંથી ૧૫૦૦ ની રોકડ સાથેનું પર્સ ઝૂંટવીને ભાગી ગયો હતો. થેલામાં કલેક્શનના અંદાજીત ૯૨ હજાર રોકડા હોવાથી આરોપીનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો. પણ સફળતા મળી ન હતી. અહિંથી પોતે પોલીસને લૂંટના બનાવની જાણ કરી હતી. બી.ડીવીઝન પોલીસ અને ક્રાઇમ બ્રાંચે C.C.T.V ફૂટેજના આધારે આરોપીની ઓળખ મેળવવા પ્રયાસ શરૂ કર્યા છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200731-WA0001.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *