સાવરકુંડલા. તા.
(બિપીન પાંધી દ્વારા)
———————————————————————આજરોજ તારીખ ૩૦/૪/૨૦૨૨ ને શનિવાર ના રોજ સાંજે ૬ કલાકે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં D.Y.S.P ચૌધરી સાહેબ અધ્યક્ષતા માં P.I ગોસ્વામી સાહેબ દ્વારા શાંતિ સમિતિની એક સુંદર મજાની મિટિંગ યોજાયેલ હતી જેમાં હિન્દૂ મુસ્લિમ આગેવાનો નાસિરભાઈ ચૌહાણ,ઇરફાનભાઈ કુરેશી,રાજેભાઈ ચૌહાણ(ટકાભાઈ)અલીભાઈ જાખર,રાજુભાઇ દોશી, કનુભાઈ ડોડીયા,દિલાભાઈ ભટ્ટી,જીવનભાઈ વેકરયા,યુનુસભાઈ સવટ,પ્રવીણભાઈ સાવજ,રાજકભાઈ બાવનકા, ગુલઝારભાઈ રાઠોડ,મુસ્તાકભાઈ શિક્ષક ઇમરાનભાઈ ભૂરાણી,સાજીદભાઈ મીર,ફારૂકભાઈ બેલીમ,અકીબભાઈ ગોરી,જીજ્ઞેશભાઈ,સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને બંને સમાજ ના આગેવાનોએ આગામી તારીખ ૩/૪/૨૦૨૨ ને મંગળવારના રોજ યોજાનાર બંને સમાજના ધાર્મિક પ્રસંગો ધાર્મિકતાથી ખુશીની સાથે ઉજવવાની ખાતરી આપી હતી અને પોલીસે પણ શાંતિમય રીતે તહેવાર ઉજવાય તેવી અપીલ કરી હતી.