મધ્યપ્રદેશ
પહેલી મે વિશ્વભરમાં મજૂર દિવસ તરીકે ઉજવાય છે. મજૂરોના સંઘર્ષ અને બલિદાનોને યાદ કરવા માટે ૧લી મેના દિવસની ઉજવણી કરાય છે. પહેલી મે ૧૮૮૬ના રોજ અમેરિકામાં એક આંદોલન છેડાયું અને પછી એ નક્કી થયું કે મજૂરો પાસેથી દિવસના ફક્ત ૮ કલાક જ કામ લેવડાવવું જાેઈએ. અહીં હવે એ જાણવું જરૂરી છે કે કામના કલાકો પ્રમાણે આપણે ભારતીયોની દુનિયામાં અન્ય કરતા શું સ્થિતિ છે. લેબર દિવસ એટલે કે મજૂર દિવસ કે શ્રમિક દિવસે તમારે એ જાણવું જરૂરી છે કે લગભગ ૧૦૩ વર્ષ અગાઉ આંતરરાષ્ટ્રીય શ્રમ માપદંડ (૧૯૧૯)ના કન્વેન્શન નંબર ૧ મુજબ દુનિયામાં કોઈ પણ વ્યક્તિએ અઠવાડિયાના ૪૮ કલાક જ કામ કરવું જાેઈએ. પરંતુ જાેઈએ તો દુનિયાની એક તૃતિયાંશ કામ કરતી વસ્તી હજુ પણ સપ્તાહના ૪૮ કલાક કરતા વધુ કામ કરે છે. બીજી બાજુ દુનિયાના વિક્સિત દેશોની વાત કરીએ તો કામ કરવાના કલાકો ઓછા ભલે થયા પરંતુ હજુ પણ દુનિયાનો મોટો હિસ્સો પોતાના જીવનનો ઘણો ખરો હિસ્સો રોજીરોટી કમાવવામાં કાઢી નાખે છે. હવે એ જાણીએ કે ક્યાં કેટલા લોકો કેટલા કલાક કામ કરે છે. આંકડાકીય માહિતી પ્રમાણે જાેઈએ તો પૂર્વ યુરોપ અવ્વલ નંબરે છે. અહીં માત્ર ૫ ટકા લોકો જ ૪૮ કલાકથી વધુ કામ કરે છે. જ્યારે ભારત અને પાડોશી દેશોવાળો એશિયા ખંડ આ મામલે નબળો પડે છે. અહીં ૫૫ ટકા વસ્તી ૪૮ કલાકથી વધુ કામ કરે છે. આપણે ૈંન્ર્ં ના રિસર્ચમાં જાેયુ કે વિક્સિત દેશો અને વિકાસશીલ દેશો વચ્ચે કામના કલાકોરમાં મોટું અંતર છે. આવામાં નેધરલેન્ડ, કેનેડા, ન્યૂઝીલેન્ડ, અમેરિકા, યુકે, ફ્રાન્સ, ઈટાલી, વગેરે દેશોમાં કામના સાપ્તાહિક કલાકો ૩૫થી પણ ઓછા છે. એટલે કે વિક્સિત દેશોના લોકો પાસે ભારતીયો કરતા લગભગ ૧૦ કલાક વધુ છે. આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન (ૈંન્ર્ં) ના રિસર્ચ મુજબ અઠવાડિયામાં ૪૮ કલાકથી વધુ કામ કરવાના માપદંડોને ધ્યાનમાં લઈએ તો વિક્સિત અને વિકાસશીલ દેશો વચ્ચે ઘણું અંતર જાેવા મળે છે. વિક્સિત દેશોમાં માત્ર ૧૫.૩ ટકાથી વધુ વસ્તી જ અઠવાડિયામાં ૪૮ કલાકથી વધુ કામ કરે છે જ્યારે વિકાસશીલ દેશોમાં લગભગ ૪૦ ટકાથી વધુ વસ્તીએ સાપ્તાહિક ૪૮ કલાકથી વધુ કામ કરવું પડે છે. બ્રિક્સ દેશોની વાત કરીએ તો ભારત તમામ સાથી દેશો આ મામલે ભારત કરતા સારી સ્થિતિમાં છે. જ્યાં બ્રાઝીલ અને રશિયામાં ક્રમશ ૩૫ અને ૩૮ કલાક જ કામ થાય છે. જ્યારે ચીનમાં ૪૬.૬૧, દક્ષિણ આફ્રીકામાં ૪૬.૮૧ કલાક સાપ્તાહિક કામ થાય છે જેની સામે ભારતમાં ૪૭.૮૬ કલાક કામ થાય છે.