Gujarat

પટિયાલામાં થયેલી હિંસામાં મુખ્ય આરોપીનો એક વીડિયો સામે આવતા ચોંકાવનારો ખુલાસો થયો

પટિયાલા
પટિયાલામાં ખાલિસ્તાન ૨૯ એપ્રિલના રોજ થયેલી વિરોધી રેલીમાં થયેલી હિંસામાં મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાનો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. તેના પર આરોપ છે કે તેણે હિંસા સમયે શીખ પક્ષના લોકોને ભડકાવીને મંદિર બાજુ મોકલ્યા હતા. ૨૨ એપ્રિલના આ વીડિયોથી ખુલાસો થયો છે કે ખાલિસ્તાનીઓએ પટિયાલામાં હિંસાની પહેલેથી તૈયારી કરી રાખી હતી. વીડિયોમાં પરવાના ખુલ્લેઆમ હિંસાની ધમકી આપી રહ્યો છે અને ખાલિસ્તાન જિંદાબાદના નારા પણ લગાવી રહ્યો છે. પોલીસે તેને મોહાલીથી પકડ્યો. આ કેસમાં મુખ્ય આરોપી સહિત ૬ લોકોની ધરપકડ થઈ છે. એક વીડિયોમાં પટિયાલા એસએસપીની ઓફિસ બહારનો છે જેમાં બરજિંદર ખાલિસ્તાન વિરોધી રેલી થાય તો હિંસાની ધમકી આપી રહ્યો છે. વીડિયોમાં કહેતો જાેવા મળે છે કે જાે ૨૯ના રોજ ખાલિસ્તાન વિરોધી રેલી થઈ તો સારું નહીં થાય. અમે ઘરવાળાને કહીને આવીશું કે જાે પાછા આવ્યા તો તમારું નસીબ અને ન આવ્યા તો તમારું નસીબ. વીડિયોમાં બરજિંદર એવું પણ કહેતો જાેવા મળે છે કે એસએસપી પટિયાલા દ્વારા ખાલિસ્તાન વિરોધી રેલીને મંજૂરી ન આપવાના ર્નિણયથી તે સંતુષ્ટ છે પરંતુ ૨૯મીએ પૂરેપૂરી તૈયારી રાખવામાં આવશે. આ ઉપરાંત આરોપી બરજિંદરનો ૨૯ એપ્રિલની હિંસાના દિવસનો વીડિયો પણ સામે આવ્યો છે જેમાં તે બાઈક પર વચ્ચે મોઢું છૂપાવીને બેઠો છે અને ભાગી રહ્યો છે. તેમની સાથે અન્ય ૨ સાથી પણ છે. પટિયાલા હિંસાના મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાની ફેસબુક પ્રોફાઈલ ફંફોળ્યા બાદ સિંઘુ બોર્ડર પ્રદર્શન સ્થળ પર હાજરીની તસવીરો પણ મળી આવી છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં તેના ફેસબુક પેજ પર અપલોડ કરાયેલી તસવીરમાં બરજિંદર ખેડૂત દેખાવકારો સાથે ઊભેલો છે અને એક અન્ય તસવીરમાં પ્રદર્શનકારી ખેડૂતો ભગવો કપડું ઓઢાડીને સન્માનિત કરી રહ્યા છે. પટિયાલા હિંસા મામલે પોલીસે આજે પ્રેસ કોન્ફરન્સ કરી. જેમાં પટિયાલા રેન્જના આઈજીએ જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત ૬ લોકોને પકડ્યા છે. તપાસ માટે ૨૦ ટીમ બનાવવામાં આવી છે. તમામ આરોપી પકડાયા છે. કોઈને છોડવામાં આવશે નહીં. પોલીસે કહ્યું કે મુખ્ય આરોપી બરજિંદર સિંહ પરવાનાને મોહાલીથી પકડ્યો છે. આજે તેને કોર્ટમાં રજૂ કરાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *