ભુજ
નખત્રાણાના નિષ્કલકી ધામ ખાતે બે દિવસિય ધાર્મિક અને સામાજિક કાર્યક્રમનામાં કુળદેવી ઉમિયા માતાજી એવમ નિષ્કલકી નારાયણ ભગવાન મંદિર કચ્છ કડવા પાટીદાર સતપંથ સનાતન સમાજ ટ્રસ્ટ પ્રેરણપીઠ પ્રેરિત નૂતન ઉમા અતિથી ભવનના લોકાર્પણ પ્રસંગના પ્રથમ દિવસે વિરાટ શોભાયાત્રા યોજાઈ હતી. નગરના બેરું નાકાથી નિષ્કલકી ધામ સુધી નીકળેલી યાત્રામાં હજારોની સંખ્યામાં હરિભક્તો સાથે સ્થાનિક સંતગણ વગેરે જાેડાયા હતા. પાટીદાર અતિથિ ભવનના લોકાર્પણ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. આ પસંગે પ્રેરણા પીઠના જગતગુરુ જ્ઞાનેશ્વર દાસજી મહારાજ, અને અન્ય સતો ઉપસ્થિત રહ્યા હતા. તેઓ શણગારેલા રથ ઉપર ત્રણ કિલોમીટર લાંબી શોભાયાત્રામાં જાેડાયા હતા. આ શોભાયાત્રામાં વિવિધ ગામની ભજન મંડળી, બેન્ડ પાર્ટી, રાસ મંડળી ભજન-કીર્તનથી નખત્રાણા નગર ગાજી ઉઠ્યું હતું. આયોજિત કાર્યક્રમમાં ગાદીપતી જ્ઞાનેશ્વર દાસજી મહારાજ જગતગુરુની પદવી મળ્યા પછી પહેલી વાર નખત્રાણા પધારતા એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પહેલા મહારાજ ધર્મ સભામાં સતપંથ સંપ્રદાય આર્ય વૈદિક હિન્દૂ સંસ્કૃતિને વરેલા છીએ ત્યારે પાટીદાર સમાજને હાકલ કરતા કયું હતું કે આજે દરેક સમાજમાં એકતા થઈ રહી છે ત્યારે પાટીદાર સમાજ પણ સંકુચિત દ્રષ્ટિ છોડી સમાજની એકતા બનાવી રાખે.