*રાજકોટ શહેર માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.*
*રાજકોટ શહેર તા.૩૧.૭.૨૦૨૦ ના રોજ રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી બંધ કરવાની સતાધીશો દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ વેપારીઓ, એજન્ટો અને ખેડૂતોએ હરાજી ચાલુ રાખવાનું કહેતા આ નિર્ણય બદલવામાં આવ્યો છે. અને નવી તારીખો બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. જન્માષ્ટમીના તહેવારને લઈ બજાર સમિતિના સતાધિશો દ્વારા હરાજી બંધ કરવાની તારીખ જાહેર કરવામાં આવી છે. જેમાં તા.૧૦ થી ૧૫ ઓગષ્ટ સુધી મુખ્ય બેડી યાર્ડ, તા.૧૧ થી ૧૫ ઓગષ્ટ શાકભાજી સબયાર્ડ, તા.૧૨ ના રોજ બટાટા વિભાગ, તા.૧૦ થી ૧૯ ડુંગળી વિભાગ અને તા.૧૨ થી ૧૩ ઓગષ્ટ લીલો-સુકો ઘાસચારાના વિભાગમાં હરરાજીનું કામકાજ બંધ રહેશે. તેમજ રજાઓ દરમિયાન ખેડૂત ભાઈઓને માર્કેટયાર્ડમાં માલ-વેચવા નહીં લાવવા જણાવ્યું છે. શહેરમાં સતત વધતા કોરોના કેસના કારણે અગાઉ યાર્ડના સતાધીશો દ્વારા તા.૧ થી ૧૬ ઓગષ્ટ સુધી હરરાજી અને લે-વેચ બંધ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*