Rajasthan

રાજસ્થાન ગેંગરેપ કેસમાં દોષિતોને મૃત્યુ દંડ

રાજસ્થાન
૨૩ ડિસેમ્બર ૨૦૨૧ નો એ કાળો દિવસ જ્યારે રાજસ્થાનના બુંદી જિલ્લાના બસોલી ક્ષેત્રના એક ગાઢ જંગલમાં દોષિતોએ ૧૫ વર્ષની બાળકી સાથે ગેંગરેપ કર્યો અને ક્રૂરતાપૂર્વક તેની હત્યા કરી હતી. જાે કે, પોલીસે આરોપીને શોધવા આખી રાત અભિયાન ચલાવ્યું હતું. જેમાં તેમને સફળતા મળી હતી. જાે કે, ૧૨૭ દિવસ બાદ ૧ મે ૨૦૨૨ ના રોજ પોસ્કો કોર્ટે આરોપીઓને ગંભીર કલમો હેઠલ દોષિત ઠેરાવ્યા અને આજીવન કેદ તેમજ મૃત્યુ દંડની સજા ફટકારી છે. બાળકીનો મૃતદેહ મળતા પોલીસ બેડામાં ખડભડાટ મચી ગયો હતો. ઘટનાના પુરાવા એકઠા કરવા કોટાથી વિવિધ વિજ્ઞાન પ્રયોગશાળાના નિષ્ણાતો તેમજ ડોગ સ્કોડ ઘટના સ્થળ પર બોલાવી હતી. રાતનો સમય હતો કડકડતી ઠંડીમાં મોડી રાત સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ઘટના સ્થળ ગામના રસ્તાથી લગભગ દોઢ કિલોમીટર અંદર જંગલ તરફ હતું. જ્યાં કોઈ વાહન પણ પહોંચી શકતું ન હતું. તેમ છતાં તમામ મુશ્કેલીઓનો સામનો કરી પોલીસે આખું જંગલ સીલ કર્યું. ૧૦ પોલીસ અધિકારી સાથે લગભગ ૨૦૦ પોલીસ જવાન અને ડોગ સ્કોડ સાથે મળીને આખા જંગલમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસ ટીમ સતત આરોપીઓને શોધી રહી હતી. ૧૨ કલાકની અંદર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા. આરોપીઓએ પૂછપરછ દરમિયાન ગુનો કબુલ્યો હતો. કોર્ટે આરોપી સુલ્તાન, અને છોટુલાલને દોષિત ગણાવી મોતની સજા ફટકારી હતી. આ ચુકાદામાં ૨૨ સાક્ષી, ૭૯ દસ્તાવેજાે રજૂ કરવામાં આવ્યા હતા. પીડિત પરિવારે દોષિતોને મોતની સજા ફટકાર્યા બાદ કોર્ટ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. પીડિત પરિવારે કહ્યું અમારી દીકરી ભલે આ દુનિયામાં નથી પરંતુ આ ગુનેગારોને કોર્ટમાંથી મળેલી સજાથી દેશમાં ચુકાદો એક ઉદાહરણ બનશે.રાજસ્થાનના ચકચારી ગેંગરેપ અને હત્યા કેસમાં પોસ્કો કોર્ટે રવિવાર (૧ મે ૨૦૨૨) ના મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે ૧૫ વર્ષની બાળકી સાથે ગેંગરેપ અને હત્યા કેસમાં દોષિતોને મૃત્યુ દંડની સજા ફટકારી છે. જાે કે, આ મામલે જ્યારે જજમેન્ટ સામે આવ્યું ત્યારે તેમાં લખેલા શબ્દો વાંચી તમારી આંખોમાં આંસુ આવી જશે. ગેંગરેપ સમયે સગીરાનું દુઃખ અને તેની સાથે થયેલી ક્રૂરતાનો ઉલ્લેખ કરતા જજે લખ્યું હતું કે, ઉસકે (પીડિતા) નેત્રો કે ઝરીયે આવાજ નિકલી હોગી કિ… મત રોંદો મુજકો ફૂલોં-સા, મેં બ્રહ્મા કી પરછાઈ હું, બિટિયા બનકર ધરતી પર, મેં એક ઘરોંદા લાઈ હું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *