Gujarat

રાજકોટમાં એક દિવસના વિરામ બાદ ફરી પીજીવીસીએલના દરોડા

રાજકોટ
રાજકોટમાં પીજીવીસીએલના એક દિવસના વિરામ બાદ આજે ફરી રાજકોટ શહેરના જીવંતિકાનગર, ભારતીનગર, ગોવિંદનગર, મોટી ટાંકી ચોક સહીત વિસ્તારોમાં પીજીવીસીએલ દ્વારા કોર્પોરેટ ચેકીંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ શહેર ૨ ડિવિઝન હેઠળ કોર્પોરેટ ચેકીંગ આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં ૩૭ ટીમો દ્વારા આજે સવારે ૮ વાગ્યાથી ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. રૂખડિયાપરા, ૫૩ ક્વાર્ટર, પોપટપરા, રઘુનંદન સોસાયટી, છત્રપતિ આવાસ, મહર્ષિ આવાસ, હેડગેવાર આવાસ, ગાંધીગ્રામ, લક્ષ્મી છાયા સોસાયટી સહીત સોસાયટીઓમાં ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે શરૂ કરવામાં આવેલ ચેકીંગ ડ્રાઇવમાં રાજકોટ શહેરના ૧૧ કેવી આવાસ યોજના, ૧૧ કેવી સેન્ટ્રલ જેલ, ૧૧ કેવી ગાંધીગ્રામ અને ૧૧ કેવી ગૌતમનગર ફીડર આવરી લેવામાં આવ્યા છે. રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રમાં વીજચોરી ઝડપી લેવા માટે પીજીવીસીએલની અલગ અલગ ૯૬ ટીમો દ્વારા ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે. કોર્પોરેટ ઓફિસની સૂચના બાદ સવારે ૮ વાગ્યાથી રાજકોટ, બોટાદ અને કચ્છ ડિવિઝનમાં પીજીવીસીએલદ્વારા કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું છે.

PGVCL-raids-to-catch-power-theft.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *