Gujarat

ગાંધીનગરમાંથી ૯ જુગારીઓને ૬૮ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા

ગાંધીનગર
અડાલજ પોલીસ મથકની ટીમ પેટ્રોલીંગમાં નીકળી હતી. એ દરમ્યાન મળેલી પૂર્વ બાતમીના આધારે પગીવાસ વાસમાં ખુલ્લા ચોકમાં ચાલતા જુગાર ધામ ઉપર દરોડો પાડવામાં આવ્યો હતો. જેમાં હસમુખ મેલાજી ઠાકોર, જીતેન્દ્ર કાળાજી ઠાકોર, ભલાજી જેણાજી ઠાકોર, અરવિંદ જીવણજી ઠાકોર અને યોગેશ કનુભાઈ પટેલ (તમામ રહે. ભાટ) ગોળ કુંડાળું વળીને જુગારની બાઝી માંડીને બેઠા હતા. જેમને જે તે સ્થિતિમાં બેસી રહેવાની સૂચના આપી પોલીસે રેડ કાર્યવાહી હાથ ધરી દાવ પરથી ૫ હજાર ૫૭૦ તેમજ જુગારીઓની અંગ ઝડતી લેતાં ૫૧ હજાર ૮૦૦ રોકડા મળી આવ્યા હતા. જેનાં પગલે પોલીસે તમામની જુગાર ધારા હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી લેવામાં આવી હતી. તદુપરાંત ઝૂંડાલ ગામે પણ ઇન્દિરાનગરમાં ખુલ્લાં ચોકમાં પોલીસે દરોડો પાડીને વિશાલ જયંતિજી ઠાકોર, બુધાજી કેશાજી ઠાકોર, શૈલેષ રમેશજી ઠાકોર, અને પિયુષ ખોડાજી ઠાકોરને જુગાર રમતાં રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા. જેમની અંગ ઝડતી લેતા ૭ હજાર ૯૦૦ અને દાવ પરથી ૨ હજાર ૮૭૦ મળીને ૧૦ હજાર ૭૭૦ ની રોકડ સાથે ધરપકડ કરી લેવામાં આવી હતી. આમ ઉક્ત બંને સ્થળે પોલીસે દરોડો પાડીને નવ જુગારીઓને કુલ ૬૮ હજારની રોકડ તેમજ જુગારના સાહિત્ય સાથે ધરપકડ કરી કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ગાંધીનગરના ભાટ અને ઝૂંડાલમાં ખુલ્લા ચોકમાં ચાલતા જુગાર ધામ ઉપર અડાલજ પોલીસે દરોડો પાડીને નવ જુગારીઓને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય મળીને ૬૮ હજારની મત્તા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Gambling-den-caught.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *