વલસાડ
ઉમરગામ તાલુકાના સોળસુંબા ફાટક પાસે રહેતો યુવક આનંદભાઈ સુરેશભાઈનો ભાઈ શક્તિ સુરેશભાઈ અને તેનો મિત્ર મંજેશ લાલચંદ યાદવ ૧લી મેના રોજ માણેક બિલ્ડીંગ ગાર્ડન પાસેથી પસાર થઈ રહ્યા હતા. જે દરમિયાન એક સગીર વયના બાળકે બંને યુવકો પર અગમ્ય કારણોસર ચપ્પુ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ લોકોને થતાં સ્થાનિક લોકો ઇજાગ્રસ્ત લોકોની મદદે દોડી આવ્યા હતા. સ્થાનિક લોકોએ ઘટના અંગે ઉમરગામ પોલીસની ટીમને જાણ કરી હતી. પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઇજાગ્રસ્ત શક્તિ સુરેશ અને મંજેશ લાલચંદ યાદવને ૧૦૮ની મદદ વડે સેલવાસની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. ઘટના અંગે ૨જી મેના રોજ આનંદ સુરેશભાઈએ શક્તિસિંહ સુરેશભાઈ અને તેના મિત્ર મંજેશ યાદવ પર જીવલેણ હુમલો કરનારા સગીર સામે એફઆઈઆર નોંધાવી હતી. ઉમરગામ પોલીસની ટીમે એફઆઈઆર નોંધી આગળની તપાસ હાથ ધરી છે. ઉમરગામ પોલીસે ઘટના અંગે સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજ મેળવી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સોળસુંબા ખાતે એક સગીરે ૨ યુવકો ઉપર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. ઘટનાની જાણ ઉમરગામ પોલીસની ટીમને થતા ઉમરગામ પોલીસે ઘટનામાં ઇજાગ્રસ્ત બંને યુવકોને સેલવાસની વિનોબાભાવે સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા છે. ઘટના અંગે ઉમરગામ પોલીસે સરકારી અને ખાનગી સીસીટીવી ફૂટેજ મેળવી આગળની તપાસ હાથ ધરી છે.
