જામનગર જિલ્લાની જાહેર જનતાને જણાવવાનું કે વાહન વ્યવહાર કમિશનરશ્રીની કચેરીમાંથી થયેલ સુચના મુજબ વાહનના ફીટનેશ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. આ ફીટનેશ કેમ્પમાં સામાજિક અંતર જળવાઇ રહે તેવી વ્યવસ્થા સાથે ફીટનેશ કેમ્પ તા.૨૩/૦૫/૨૦૨૨ના રોજ GEB ઓફિસની સામે, વાવડી રોડ કાલાવડ ખાતે, તા.૨૪/૦૫/૨૦૨૨ના રોજ ડો.બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા સામે, બાયો ડિઝલ પંપ પાસે ધ્રોલ ખાતે તેમજ તા.૨૫/૦૫/૨૦૨૨ના લાલપુર અને જામજોધપુર ખાતે રાખવામાં આવેલ છે.આ કેમ્પમાં તમામ પ્રકારના વાહનોનું ઈન્સ્પેકશન કરવાનું રહેશે. જો આ કેમ્પમાં કોવિડ-૧૯ની ગાઇડલાઇનનો ભંગ થયેલ જણાશે તો કેમ્પ તાત્કાલિક અસરથી રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
