કોંગ્રેસના પ્રભારી રઘુ શર્મા,પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોર,ભરતસિંહ સોલંકીએ નેતા વિપક્ષ સુખરામ રાઠવા ના પિતાના બેસણામાં હાજરી આપી હતી,પાવીજેતપુરના ધારાસભ્ય અને નેતા વિપક્ષ સુખરામ રાઠવાના પિતાનું જૈફ વય ને લઈ નિધન થતા આજે તેમનું બેસણું રાખવામાં આવ્યું હતું ત્યારે રઘુ શર્મા સહિતના નેતાઓ સુખરામ રાઠવાના નિવાસ સ્થાન કવાંટ ના જામલી ખાતે પહોંચ્યા હતા અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી,
મીડિયાકર્મીઓ સાથે વાત કરતા પ્રભારી રઘુ શર્માએ પેપર ફૂટવા,નશીલા ડ્રગ્સની તસ્કરી અને મોંઘવારી જેવા મુદાઓ માટે ભાજપને જવાબ ઠેરવતા ભાજપ ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે આગામી વિધાન સભાની ચૂંટણી માટે કોંગ્રેસ તૈયાર છે અને 125 પ્લસ બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, કોંગ્રેસ છોડી ભાજપમાં જતા નેતાઓને તેમણે સ્વાર્થી ગણાવ્યા હતા અને જે નિષ્ઠા થી રહે છે તે રહે જ છે…રાજકારણમાં બધું જ શક્ય છે અને જયાના ધારાસભ્યો પાર્ટી છોડીને ગયા છે ત્યાં કોંગ્રેસ ફરી જીતીને બતાવશે
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


