સોસાયટીમાં સાંજના સમયે રમતા નાના બાળકો તેમજ હોંકીગ કરવા નિકળતા આસપાસના લોકોમાં ભયનો માહોલ…
ગિરગઢડા
ભરત ગંગદેવ..
ઉના ના વેરાવળ રોડ ઉપર આવેલ અશોક નગર સોસાયટીના ભરચક રહેણાંક વિસ્તારમાં રાત્રીના સવા એક વાગ્યા આસપાસ દિપડો પાછળના સોસાયટીની બાજુનો રોડ કોર્ષ કરી અને રાષ્ટ્રીય પાવર પાર્ટી ના દિવ પ્રદેશ / ગીર સોમનાથ જિલ્લા પ્રમુખ મણિલાલ ચાંદોરાની મકાની પાછળની (પેસેજ-ગેલેરીની) દિવાલ ઉપર દિપડાએ સંલાગ મારતા દિવાલના પથ્થરો ધરાશયી થયા હતા જેથી રાત્રીના ધડાકાભેર પથ્થરનો આવાજ સંભળાતા આસપાસ લોકો ધર બહાર નીકળી ગયા હતા અને પાછળની બાજુમાં રહેતા સંજયભાઈ ચૌહાણ ના પરીવારે દિપડાને નજરે જોયો હતો તેમજ તે દિપડો સીસી ટીવી કેમેરા માં પણ કેદ થયો હતો
તેમજ મણિલાલ ચાંદોરાએ સવારના જસાધાર ફોરેસ્ટ વિભાગને ટેલીફોનીક જાણ કરતા ફોરેસ્ટ વિગાના કર્મચારીઓ સાંજના સમયે તાત્કાલિક સ્થળ ઉપર આવી અને દિપડો પકડાવા માટેનુ એક પાંજરૂ મુકવામાં આવ્યુ છે …
પણ હાલતો આ મહાકાય દિપડો ન પકડાય ત્યાં સુધી સોસાયટી ના લોકો ધર બહાર નીકળવામા પણ ડરી રહ્યાં છે અને લોકો ના જીવ પણ તાળવે ચોંટી ગયા છે જેથી આ દિપડો વહેલા પાંજરે પુરાય તો જ સોસાયટીના લોકો રાહત નો શ્વાસ લઈ શકે તેમ છે


