ફાયર સેફટીના સાધનો કે મંજુરી વગર ગેસ રીફીલીંગનો વેપાર ધમધમતો’તો
રાજકોટ ગ્રામ્ય એલસીબીએ દરોડો પાડી ગેસના સીલીન્ડર-8, વજનકાંટો મળી રૂા.16 હજારનો મુદામાલ જપ્ત કર્યો
જેતપુર આવેલ ભાદરના સામાકાંઠે જય બજરંગ ગેસ સર્વિસ નામની ભાડાની ઓરડીમાં ગેરકાયદેસર ગેસ રીફીલીંગ કરતો રાજસ્થાની સગીરને ગેસના સીલીન્ડર-8, ગેસની નળી, વજનકાંટો સહિતના રૂા. 16 હજારના મુદામાલ સાથે રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી
પોલીસ ચોપડે નોંધાયેલા ગુના મુજબ રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ અજયસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ નિલેષભાઈ ડાંગર અને કોન્સ્ટેબલ દિવ્યેશભાઈ સુવા સ્ટાફ સાથે જેતપુર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા એ દરમિયાન જેતપુરનાં સામાકાંઠા વિસ્તારમાં ભાદરનદીના કાંઠે પ્રકાશ ચોક પાસે આવેલ જય બજરંગ ગેસ સર્વિસ નામની ઓરડીમાં ગેરકાયદેસર રીતે ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર ગેસ રીફીલીંગનું સળગી ઉઠે તેવી રીતે બેદરકારીથી કામ ચાલુ હોવાની બાતમી મળતા સ્થળ પર જઇ ઓરડીમાં સગીર વયનો તરુણ ગેસ રીફીલીંગનું કામ કરતો જોવા મળતા કામ બંધ કરાવી આરોપી કમલેશ મનોહરલાલ ખટીક (ઉ.વ.૧૫ )જાતે રાજપૂત પુછપરછ કરતાં આરોપી સગીર વયનો હોઈ તેમજ તે મુળ રાજસ્થાનનો રહેવાસી હોઈ અને ઓરડી ભાડેથી રાખી ગેસની એજન્સીના ફેરા કરતા રીક્ષાવાળાઓ પાસેથી ગેસના બાટલા લઇ રીફીલીંગનું કામ ચાલુ કર્યું હતું. આરોપી સગીર પાસેથી કોઇપણ જાતના પાસ-પરમીટ વગરના ગેસના કોમર્શિયલ સીલીન્ડર નંગ-4 રૂા. 10 હજાર, નાના સીલીન્ડર નંગ-4 રૂા. 4 હજાર અને ગેસના બાટલાની નળી,વજનકાંટો સહિતના મુદ્દામાલ મળી રૂા. 16 હજારનો મુદ્દામાલ જપ્ત કરી જેતપુર સીટી પોલીસ મથકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી
હરેશ ભાલીયા જેતપુર


