એકલેરા ગામનાં દેશપ્રેમી જૈનીશકુમાર ગૌદાનીએ સ્વતંત્રતા દિવસ પર દેશને સાહસિકતા અર્પણ કરી. લીલીયા તાલુકાના એકલેરા ગામનાં ૧૮ વર્ષીય ધો.૧૨ પુર્ણ કરેલ તરવરીયા યુવાન જૈનીશકુમાર નરેશભાઈ ગૌદાની એ આજે દેશના ૭૪મા સ્વતંત્રતા દિવસ પર પોતાના વતન એકલેરા ગામે ઘોડી ઉપર સવાર ઉભા રહી દેશની શાન ડાબા હાથમાં ઝંડો લઈ જમણા હાથે સલામી દેતો અકલ્પનિય દેશભક્તિ પ્રસ્તુત કરી હતી તેને તમામ ગ્રામજનોએ તાળીઓના ગડગડાટ સાથે તેમની દેશ પ્રત્યેની લાગણીઓને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. તસ્વીર-અહેવાલ.અતુલ શુકલ દામનગર.



