Gujarat

ઊનાના સીમાસી ગામે મારામારીની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાનનું સારવાર દરમ્યાન મોત, મામલો હત્યામાં ફેરવાયો..

 

અગાઉ થયેલ મનદુઃખના કારણે સમાધાન માટે આગેવાનો ગયેલ ત્યારે હુમલો તથા પાંચથી વધુને ગંભીર ઇજા થતાં સારવાર હેઠળ ખસેડાયા હતા…

ઊનાના સીમાસી ગામે અગાઉ જુના મનદુખના કારણે માથાફુટ થયેલ હોય જેનું સમાધાન કરાવવા માટે  પંદર દિવસ પહેલા આગેવાનો સહીતના લોકો  ગયેલા હતા. ત્યારે અચાનક મામલો બીચલતા ઉશ્કેરાયેલા શખ્સોએ એકસંપ કરી ટોળાઓએ જીવલેણ હુમલો કરતા પાંચ વ્યક્તિઓને ગંભીર ઇજા પહોચી હતી. જેમાં હરમડિયા ગામના મુસ્લિમ જમાતના પ્રમુખ હાજીભાઇ નુરમહમદભાઇ કોરેજા, અબ્બાસભાઇ ભીખુભાઇ જુણેજા, યુનુશભાઇ કમલભાઇ સમા, કાદરભાઇ કોરેજીયા, જુસોબભાઇ જુણેજા સહીતને ગંભીર ઇજા પહોચતા લોહીલોહાણ હાલતમાં પ્રથમ સરકારી હોસ્પીટલે સારવાર અર્થે ખસેડાયેલ હતા. ત્યાર બાદ ખાનગી હોસ્પીટલમાં વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવ્યા હતા. જ્યાં હરમડિયા ગામના મુસ્લિમ જમાતના પ્રમુખ હાજીભાઇ નુરમહમદભાઇ કોરેજાનું રાજકોટ સીવીલ હોસ્પીટલમાં સારવાર દરમ્યાન મોત નિપજતા આ મામલો હત્યામાં ફેરવાતા ગીરગઢડા પોલીસે આગળની વધુ કાર્યવાહી હાથ ધરેલ છે. આ બનાવથી સીમાસી ગામમાં ચુસ્ત બંધોબસ્ત પણ ગોઠવી દેવાયેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *