Delhi

કેદારનાથ ધામના કપાટ ખુલતા શ્રદ્ધાળુઓની ભીડ ઉમટી

નવીદિલ્હી
કોરોના કાળના બે વર્ષ બાદ પહેલીવાર કેદારનાથ ધામના કપાત સામાન્ય જનતા માટે ખોલવામાં આવી રહ્યા છે. તેને લઇને સ્થાનિક લોકોમાં ખૂબ ઉત્સાહ છે. જાેકે મોનસૂન સીઝનમાં ખરાબ થયેલા રસ્તાઓને યાત્રા થતાં પહેલાં રીપેર કરવામાં આવ્યા છે. અહીં ઠેર ઠેર કામ ચાલી રહ્યું છે. પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે ત્યારે પ્રભુના દર્શન પણ મોંઘા બન્યા છે. હરિદ્રારથી ચારધામ માટે ચાલનાર કારો અને મિની બસોના ભાડામાં ૩૦ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે ઇનોવાનું ભાડું ૪૫૦૦ થી વધારીને ૬૦૦૦ અને બોલેરો અને મેક્સ ૩,૫૦૦ થી વધીને ૫,૦૦૦ ડિઝાયર ૨,૮૦૦ થી ૩,૮૦૦ રૂપિયા પ્રતિ દિવસ નક્કી કરવામાં આવ્યું છે.દેશના બાર જ્યોતિર્લિંગોમાંથી એક કેદારનાથ ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. શુક્રવારે એટલે કે આજે સવારે ૬ઃ૨૬ મિનિટ પર શુભ મુહૂર્તમાં બાબા કેદારનાથના ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ દરમિયાન કડકડતી ઠંડી હોવાછતાં બાબાના દર્શન માટે શ્રદ્ધાળુઓની ભારે ભીડ જાેવા મળી હતી. હવે છ મહિના સુધી બાબાના ભક્તો ધામમાં આરાધ્ય દેવના દર્શન તથા પૂજા અર્ચના કરી શકશે. બાબાના મંદિરને દસ ક્વિંટલ ફૂલોથી શણગારવામાં આવ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નામથી પહેલી પૂજા કરવામાં આવી હતી. તો બીજી તરફ પુષ્કર સિંહ ધામીએ પૂજા અર્ચના કરી બાબા કેદારનાથના આર્શિવાદ લીધા હતા. તો બીજી તરફ આજે જ્યારે બાબાના ધામના કપાટ ખોલ્યા તો ભક્તોએ જયકારો સાથે વાતાવરણ ગૂંજ્યું ઉઠ્‌યું હતું. બાબાની પંચમુખી મૂર્તિ કેદાર મંદિરમાં વિરાજમાન કરવામાં આવી. ત્યારબાદ વિધિપૂર્વક કેદારનાથના કપાટ ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યા. ે કેદારની ઉત્સવની ડોલીને મુખ્ય પુજારી દ્વારા ભોગ લગાવવામાં આવ્યો નિત પૂજાઓ શણગારવામાં આવી હતી. કેદારનાથ રાવલ ભીમાશંકર લિંગ, વેદપાઠીઓ, પૂજારીઓ, હક્ક હકૂકધારીઓની હાજરીઓમાં કપાટ પર વૈદિક પરંપરાઓના અનુસાર મંત્રોચ્ચાર કરવામાં આવ્યા અને ૬ઃ ૨૬ મિનિટ પર કપાટ ખોલવામાં આવ્યા. આ દરમિયાન ડોલીએ મંદિરમાં પ્રવેશ કર્યો. કેદારનાથ ધામના કપાટ ખુલતી વખતે દરમિયાન પુષ્કર સિંહ ધામી હાજર રહ્યા હતા. ાॅ

India-Kedarnath-Open-For-Face-of-Actrect.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *