Gujarat

ઉત્તરગુજરાત યુનિવર્સિટીના અધ્યાપકો માટે ચિંતન શિબીર યોજાઈ

પાટણ
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.જે.જે. વોરાની અધ્યક્ષતામાં માઉન્ટ આબુ ખાતેના અચલગઢ રોડ સ્થિત હમિંગબર્ડ રિસોર્ટ ખાતે આ સંગોષ્ઠિ શિબિરનું આયોજન કરાયું છે. જેમાં રમત-ગમત અને સાંસ્કૃતિક પ્રવૃતિઓની સામુહિક ચર્ચા અને સમીક્ષાનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવેલ છે. આ વાર્ષિક સંગોષ્ઠિ શિબિરમાં યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કોલેજાેના ફિઝિકલ એજ્યુકેશનના ૭૫ જેટલા અધ્યાપકો અને સીનીયર પ્રિન્સિપાલ ભાગ લઈ રહ્યા છે. ખેલાડી અને વિદ્યાર્થીઓ સાથેના સંપર્ક દરમિયાન જાણવા મળતી મુશ્કેલીઓ તેમજ ખેલાડીઓને આગળ વધારવામાં કઈ રીતે વધુ સારી સુવિધાઓ પુરી પાડી શકાય તે દિશામાં ધ્યાન કેન્દ્રીત કરાશે એમ કુલપતિ પ્રો. વોરાએ જણાવ્યું હતું. ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના ખેલાડીઓ શ્રેષ્ઠ પ્રદર્શન કરી આગળ વધી શકે તેને લઈ ખેલાડીઓ માટે યુનિવર્સિટી દ્વારા સ્પેશ્યલ અલાયદી પરીક્ષા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ યુનિવર્સિટી વતી વિવિધ સ્પર્ધાઓ માટે એક વર્ષ સુધીનો રૂ. ૪ લાખનો વિમો લેવામાં આવ્યો છે જે વિમો લેનાર આ યુનિવર્સિટી પ્રથમ હોવાનું ચિંતન શિબિરના ઉદ્ધાટન પ્રસંગે ડો. વોરાએ જણાવ્યું હતું. યુનિવર્સિટી દ્વારા શારીરિક શિક્ષણના અધ્યાપકો માટે આયોજિત આ ચિંતન શિબિરમાં કુલપતિ ઉપરાંત ઈ.રજીસ્ટ્રાર ડો. રોહિત દેસાઈ, યુનિવર્સિટી બોર્ડ ઓફ સ્પોર્ટ્‌સના ચેરમેન શૈલેષ પટેલ, શારીરિક શિક્ષણ નિયામક ડો. ચિરાગ પટેલ તેમજ સીનીયર અધ્યાપકો અને પીટી ટીચર્સ તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓના સંયોજકો ઉપસ્થિત રહ્યા હતા.હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ સંલગ્ન કોલેજાેના શારીરિક શિક્ષણ વિભાગના અધ્યાપકો માટેની ત્રિ-દિવસીય ચિંતન શિબિરનું આયોજન કરાયું છે. હિલ સ્ટેશન માઉન્ટ આબુ ખાતે આજે આ શિબીરને ખુલ્લી મુકવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *