નવીદિલ્હી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના પ્રવાસે ગયા હતા. ત્યારે બર્લિનમાં ૭ વર્ષના આશુતોષ નામના બાળકે જન્મ ભૂમિ ભારત, હે માતૃભૂમિ ભારત ગીત સંભાળ્યુ હતું. આ વીડિયો પીએમ મોદીએ પોતાના ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. ૭ વર્ષના બાળકે જે રીતે દેશભક્તિનું ગીત સંભળાવ્યું તેની પ્રશંસા કરવામાં આવી રહી હતી. પરંતુ કુણાલ કામરાએ બાળકના દેશભક્તિના ગીતને એડિટ કરવાની મોંઘવારીનું ગીત નાખી ટિ્વટર પર અપલોડ કર્યુ હતું. ત્યારબાદ ૭ વર્ષના આશુતોષના પિતા ગણેશ પોલે કામરાને ટિ્વટર પર ફટકાર અપાવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જર્મનીના પ્રવાસે હતા ત્યારે એક ૭ વર્ષના બાળક આશુતોષે દેશ ભક્તિનું ગીત સંભળાવ્યું હતું. ત્યારબાદ કથિત કોમેડિયન કુણાલ કામરાએ તે વીડિયોને એડિટ કરીને ટિ્વટર પર શેર કર્યો હતો. હવે આ મામલામાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ટિ્વટરને નોટિસ ફટકારી છે. કમિશને ટિ્વટરને કુણાલ કામરાના એકાઉન્ટ પર કાર્યવાહી કરવા અને વીડિયો હટાવવાનો નિર્દેશ આપ્યો છે. ટિ્વટરને મોકલેલી નોટિસમાં નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે કહ્યું કે સગીર બાળકોનો રાજનીતિક વિચારધારા માટે ઉપયોગ કરવો ગેરકાયદેસર છે અને જુવિનાઇલ એક્ટ ૨૦૧૫નું ઉલ્લંઘન છે. નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ્સે ટિ્વટર પાસે કુણાલ કામરા દ્વારા ૭ વર્ષના બાળક આશુતોષનો એડિટેડ વીડિયો હટાવવા અને કથિત કોમેડિયનના ટિ્વટર એકાઉન્ટ વિરુદ્ધ કાર્યવાહી કરી, ૭ દિવસમાં રિપોર્ટ આપવાનો નિર્દેશ આપ્યો છે. મહત્વનું છે કે કથિત કોમેડિયન કામરા ટિ્વટર પરથી વીડિયો ડિલીટ કરી ચુક્યો છે.
