Gujarat

પોલીસ અધિક્ષકશ્રી, હિમકરસિંહ સાહેબ

 અમરેલીનાઓએ જીલ્‍લામાં મિલ્‍કત સબંધી જે ગુન્‍હાઓ બનેલ હોય, અને તેમાં નાગરીકોની મિલ્કત ચોરાયેલ હોય, અને આવા ગુન્‍હાઓ વણશોધાયેલ હોય, તેવા ગુન્‍હાઓનો ભેદ ઉકેલવા અને આરોપીઓને પકડી તેના મુળ માલીકને ચોરીમાં ગયેલ મિલ્કત પાછી મળે તે માટેના સધળા પ્રયત્‍નો કરવા અને આવા વણશોધાયેલ ગુન્‍હાઓનાં ભેદ ઉકેલવા આપેલ ખાસ સુચના અને માર્ગદશર્ન મુજબ ના.પો.અધિ સા જે.પી.ભંડારી , સર્કલ પો.ઇન્સ ડાંગરવાલા સાહેબ નાઓ દ્વારા આપેલ સુચના અને માર્ગદશર્ન મુજબ
*લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ એમ.ડી.ગોહિલ તથા લીલીયા પોલીસ સ્ટેશનના ક્રાંકચ બીટ ઇન્ચાર્જ આર કે વરૂ તથા પો.કો સંજયભાઇ જે ઇટાળીયા તથા સર્વેલન્સ ટીમના પો.કો પ્રુથ્વિરાજસિંહ મોરી તથા પો.કો  નિકુલભાઇ શેલાણા* દ્વારા લીલીયા પોસ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન અંટાળીયા ગામ તરફ જતા રસ્તામા ચોકકસ અને આધારભુત બાતમી રાહે હકિકત મળેલ કે અંટાળીયા ગામ તરફથી લીલીયા તરફ એક સફેદ કલરનો બોલેરો પીકઅપ ગાડીમા ટ્રેકટરના ચોરીના ટાયરો ભરી લીલીયા ગામ તરફ આવે છે જેથી હકીકત વાળી જગ્યાએ વોચ મા રહેતા અંટાળીયા ગામ તરફથી એક સફેદ કલરનો બોલેરો પીકઅપ ગાડી આવતા તેને રોકી ઉભી રખાવેલ અને જેના રજી ન્ટ જોતા GJ 13 AT 4525 વાળી હોય જે બોલેરોમા એક ઇસમ ડ્રાઇવર સીટે બેઠેલ હોય અને તેમા પાછળ ટ્રેક્ટરના ત્રણ ટાયર જોવામા આવેલ જે ક્રાંકચ ગામેથી ચોરી કરી લઈ મેળવેલ હોવાનુ જણાવતા હોય જેથી મજકુર ઇસમને ઝડપી પાડવામાં સફળતા મળેલ છે. અને આ કામે લીલીયા પોસ્ટમાં ચોરીનો ગુનો દાખલ થયેલ હોય તે ડિટેક્ટ કરી કુલ રૂ 204500/- ના મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે
✨ પકડાયેલ આરોપી-
️⃣ *ઇમ્તિયાઝશા ઉર્ફે મુકો નનુશા પઠાણ ઉ.વ ૨૮ ધંધો ડ્રાઇવિંગ રહે અમરેલી જૈન દેરાસર ની સામે ટાવર રોડ જુના કસ્બા તા.જી અમરેલી મુળ બોડીયા તા.લીલીયા*
  💫 આમ,  આ સમગ્ર કામગીરીમા લીલીયા પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ એમ.ડી.ગોહિલ તથા લીલીયા પોલીસ સ્ટેશનના ક્રાંકચ બીટ ઇન્ચાર્જ આર કે વરૂ તથા પો.કો સંજયભાઇ જે ઇટાળીયા તથા પો.કો પ્રુથ્વિરાજસિંહ મોરી તથા પો.કો  નિકુલભાઇ શેલાણા વિ સ્ટાફના માણસો તથા અમરેલી કમાન્ડ કન્ટ્રોલ નેત્રમની ટીમ આ કામગીરીમા જોડાયા હતા
રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી

IMG-20220506-WA0015.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *