અમદાવાદ
ગુજરાતમાં ફરી એકવાર વિરોધ વંટોળ ઉભું થયું ગુજરાતના પગાર વાંચ્છુક, ટૂંકા પગાર ધારકો, શિક્ષણની ત્રણથી ચાર જેટલી સંસ્થાઓ નેતૃત્વ કરનારા ચાલક બળ- ગણાતા ગુજરાતના સાત થી આઠ હજાર જેટલા સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત ફરજ બજાવતા કર્મચારીઓએ નારાજગી દર્શાવી છે. અંદાજે ૭ હજાર જેટલા કરાર આધારિત કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ દર્શાવ્યો હતો. જિલ્લા, તાલુકા, રાજ્યકક્ષા સુધી ફરજ બજાવતા કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ કર્યો છે. તેમણે સરકાર સમક્ષ સમાન કામ, સમાન વેતન આપવા માંગ કરી છે. સુપ્રીમ કોર્ટના ચુકાદાને અનુસરવા અને પગારની વિસંગતતાને દૂર કરવા સરકારને અપીલ કરી છે. ૭ ટકા જેટલો નજીવો પગારવધારો અપાતા કર્મચારીઓ નારાજ થયા છે. અને કર્મચારી દીઠ ૨૦૦૦ રૂપિયાથી લઈ ૫૦૦૦ રૂપિયા જેટલો પગાર કાપી લેવાનો પણ આક્ષેપ કરાયો છે. એક તરફ પગાર વધારો, બીજી તરફ પગાર કાપીને પરત લઈ લેવાનો કર્મચારી મંડળે આક્ષેપ કરતા ખળભળાટ મચ્યો છે. સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ શિક્ષકો, દિવ્યાંગોના સ્પેશિયલ એજ્યુકેટર, ઓપરેટર, સ્ૈંજી કોર્ડીનેટર, બાળમિત્રો, રેંકટર એજ્યુકેશનની મહિલાઓ, પ્યુન સહિત જુદી જુદી જગ્યાઓ પર ફરજ બજાવતા અંદાજે ૭,૦૦૦ જેટલા કર્મચારીઓનો સમાવેશ થાય છે