Maharashtra

ઘરેલુ હિંસા બાદ મેં મારી સુંધવાની શક્તિ ગુમાવી દીધી છે ઃ પૂનમ પાંડે

મુંબઈ
પૂનમ પાંડેએ તેના અંગત જીવન વિશે ખુલાસો કરતા કહ્યું- ‘હું વસ્તુઓને સુંઘી શક્તી નથી. હું મારી આસપાસના લોકોને સ્મેલને લઇને પૂછું છું અને હવે આ રીતે વસ્તુઓને સુંઘી શકું છું. જ્યારે હું ઘરેલું હિંસાનો શિકાર બની ત્યારથી મેં મારી સુંધવાની શક્તિ સંપૂર્ણપણે ગુમાવી દીધી હતી. તે મારા બ્રેઇનહેમેરેજ સાથે જાેડાયેલું છે. પરંતુ હવે હું શારીરિક અને માનસિક રીતે વધુ મજબૂત છું. કંગના રનૌતના શોમાં પૂનમ પાંડેએ સેમ બોમ્બેને લઇને વધુ એક ખુલાસો કર્યો હતો. પૂનમ પાંડેએ શોમાં કહ્યું હતું કે, તેના મગજની ઇજા હજુ સુધી ઠીક થઈ નથી. કારણ કે સેમ તેને તે જ જગ્યાએ વારંવાર મારતો હતો. આ સાથે પૂનમ પાંડેએ જણાવ્યું હતું કે તેની હાલત એવી થઈ ગઈ છે કે, તે મેકઅપ કરીને પોતાના શરીર પરના નિશાન છુપાવતી હતી. જાે કે, શોમાંથી બહાર થયા બાદ પૂનમ પાંડેએ એક ઇન્ટરવ્યુમાં અંજલિ અરોરા અને મુનવ્વર ફારુકીના લવ એન્ગલને લઇને મોટું નિવેદન આપ્યું હતું. પુનમ પાંડેએ મુનવ્વર અને અંજલિના લવ એન્ગલ વિશે સવાલ કરવામાં આવ્યો ત્યારે પૂનમ પાંડેએ કહ્યું- જ્યારે મને ખબર પડી કે આ બંનેના પાર્ટનર બહાર પણ છે અને શોમાં રહેવા માટે આ કરી રહ્યા છે તે ખૂબ જ ખરાબ લાગ્યું.કંગના રનૌતના રિયાલિટી શો લોક-અપમાંથી હાલમાં જ પૂનમ પાંડે બહાર આવી છે. શો છોડવાની સાથે જ પૂનમ પાંડેએ વધુ એક ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે પોતાના અંગત જીવન વિશે મોટો ખુલાસો કર્યો છે જે જાણીને તમે પણ દંગ રહી જશો. જાે કે, પૂનમ પાંડે તેની બોલ્ડ ઇમેજને કારણે હંમેશા ચર્ચામાં રહે છે.

Poonam-Pandey.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *