વડિયા તાલુકા કક્ષાનો 71મો વન મહોત્સવ મામલતદાર પ્રશાંત ભીંડી ના અધ્યક્ષ સ્થાને મેઘાપીપળીયા ગામે યોજાયો.
આધુનિક યુગ માં પ્રકૃતિ ની જાણવણી કરવા અને વૃક્ષ નુ જતન કરવા અપીલ -પ્રશાંત ભીંડી
વડિયા
આજના ઉધોગીકરણ ના યુગમાં આજે પર્યાવરણની ની જાણવાની ખુબ જરૂરી બનતી હોય તેવાંમાં ગુજરાત સરકાર ના વન અને પર્યાવરણ વિભાગ દ્વવારા સામાજિક વનીકરણ રેન્જ કુંકાવાવ ના વન વિભાગ દ્વવારા મેઘા પીપળીયા ગામે શ્રી વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. જેમાં તંત્ર અને હાજર અધિકારીઓ દ્વારા 50જેટલાં વૃક્ષ નુ મેઘાપીપળીયા ગામે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત સ્થાનિક લોકો ને 450જેટલાં વૃક્ષના રોપ વન વિભાગ દ્વવારા પોતાની જગ્યા માં વૃક્ષારોપણ કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવ્યા હતા. આ તકે મામલતદાર ભીંડી દ્વવારા આજના આધુનિક ઉધોગો ના યુગ માં પ્રદુષણ વધ્યુ છે સ્વચ્છ હવામાન અને વાતાવરણ માટે વૃક્ષ ખુબ ઉપયોગી છે અને ખેતી આધારિત દેશ માં વરસાદ નુ ખુબ જ મહત્વ છે. વરસાદ માટે વૃક્ષ ખુબજ જરૂરી છે તો લોકો વૃક્ષ નુ જતન કરે તે ખુબ જરૂરી છે. સાથે કોરોના મહામારી માં લોકો કોરોના ગાઈડ લાઈન નુ પાલન કરી કોઈવ્યક્તિ ને કોરોના લક્ષણો જણાય તો કોરોના ટેસ્ટ કરાવવા પણ અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ માં વડિયા મામલતદાર પ્રશાંત ભીંડી, વન વિભાગ ના આરએફઓ એમ. એસ. પલાસ, સોલંકીભાઈ , કોબાડભાઈ , ઇનાબેન, સ્થાનિક હાઈસ્કૂલ ના આચાર્ય ગોહિલ, vegda, સરપંચ સુરેશભાઈ છૈયા, મંત્રી બાબુભાઇ છૈયા પ્રકૃતિપ્રેમી સંજયભાઈ, કમલેશભાઈ સુરેશભાઈ વગેરે હાજર રહ્યા હતા.




