Karnataka

કર્ણાટકના મુખ્યમંત્રી બનવા ૨૫૦૦ કરોડની ઓફર ઃ કોંગ્રેસનો દાવો

કર્ણાટક
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે કહ્યું કે જ્યારે બાસનગૌડા પાટિલ યતનાલ પાસે બધુ ઉપલબ્ધ છે તો બીજેપીને શું સાબિતી જાેઈએ? અમે કોઇનું રાજીનામું માંગતા નથી પણ ભાજપાએ પૂછવું જાેઈએ કે કોને તેમને ૨૫૦૦ કરોડના બદલે સીએમ પદની ઓફર કરી છે. આ પહેલા શિવકુમારે કહ્યું કે યતનાલ પૂર્વ મંત્રી છે જેથી તેમના નિવેદનને નજરઅંદાજ કરવું જાેઈએ નહીં. તેને ગંભીરતાથી લઇને કેસ નોંધવો જાેઈએ. કોંગ્રેસ આ મામલે તપાસની માંગણી કરે છે. આ એક રાષ્ટ્રીય મુદ્દો છે. તેના પર દેશમાં ચર્ચા થવી જાેઈએ. ભાજપાના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે ગુરુવારે પાર્ટીના એક કાર્યક્રમમાં નેતાઓને ચેતવણી આપતા કહ્યું હતું કે રાજનીતિમાં એક વાત સમજી લો. તમને રાજકારણમાં ઘણા એવા ચોર મળશે જે તમારો સંપર્ક કરશે અને કહેશે કે તમને ટિકિટ અપાવી દઇશું. તમને દિલ્હી લઇ જઇશું. સોનિયા ગાંધી સાથે મુલાકાત કરાવવાની વાત કરશે. જેપી નડ્ડા સાથે મુલાકાત કરાવવાની વાત કરશે. આવા લોકો મારા જેવા સાથે પણ આ બધું કરી ચૂક્યા છે. કેટલાક લોકો દિલ્હીથી મારી પાસે આવ્યા હતા. દાવો કરી રહ્યા હતા કે મને મુખ્યમંત્રી બનાવી દેશે બસ ૨૫૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવાની છે. વિજયપુરાથી ધારાસભ્ય યતનાલે બેલગાવીમાં કહ્યું કે હું એવો વ્યક્તિ છું જે વાજપેયી સરકારમાં અડવાણી, રાજનાથ સિંહ, અરુણ જેટલી સાથે કામ કરી ચૂક્યો છે. મેં આ ઓફર આપનારને પૂછ્યું હતું કે તમને લોકોને ખબર છે ૨૫૦૦ કરોડ કેટલા થાય છે. શું કોઇ આટલા પૈસા પોતાની પાસે રાખે? આવા ઘણા લોકો ફરે છે જેથી વધારે સાવધાન રહેવાની જરૂર છે. તમને જણાવી દઈએ કે આ વિવાદ એવા સમયે સામે આવ્યો છે જ્યારે કર્ણાટકમાં મુખ્યમંત્રી બદલવાની અટકળોએ જાેર પકડ્યું છે.કર્ણાટકમાં ૨૫૦૦ કરોડ રૂપિયામાં મુખ્યમંત્રી બનવાની ઓફર મળવાના બીજેપી ધારાસભ્યના દાવા પર કોંગ્રેસે ફરી પ્રહાર કર્યો છે. બીજેપીના ધારાસભ્ય બાસનગૌડા પાટિલ યતનાલે હાલમાં જ દાવો કર્યો હતો કે કેટલાક લોકોએ તેમનો સંપર્ક કરીને કહ્યું હતું તે જાે ૨૫૦૦ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરી લે તો તેમને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવી શકાય છે. આ પછી તપાસની માંગણી કરી રહેલ કોંગ્રેસના નેતા ડીકે શિવકુમારે કહ્યું કે બીજેપીને આનાથી વધારે શું સાબિતી જાેઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *