Himachal Pradesh

હિમાચલ વિધાનસભાના ગેટ પર ખાલિસ્તાની ઝંડો જાેતા રાજકારણ ગરમાયું

હિમાચલપ્રદેશ
હિમાચલ પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી થનાર છે. જેને લઈ રાજકીય હલચલ વધી ગઈ છે. આજે સવારે હિમાચલ પ્રદેશની વિધાનસભાના ગેટ પર ખાલિસ્તાનના ઝંડા લગાવવામાં આવ્યા બાદ રાજનીતિ શરૂ થઈ ગઈ છે. દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ આ મામલે ભાજપ પર નિશાન સાધ્યું છે, જ્યારે કુમાર વિશ્વાસનું નિવેદન પણ સામે આવ્યું છે. ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિયાએ કહ્યું કે આખો ભાજપ એક ગુંડાને બચાવવામાં લાગી છે અને બીજી તરફ ખાલિસ્તાની વિધાનસભા પર ઝંડા લગાવીને ચાલ્યા ગયા. કુમાર વિશ્વાસે કહ્યું કે દેશ મારી ચેતાવણીને યાદ રાખે. મેં પંજાબ સમયે કહ્યું હતું, પરંતુ હવે તેમની નજર એક બીજા રાજ્ય પર છે. હિમાચલ પ્રદેશની વિધાનસભાના ગેટ પર ખાલિસ્તાની ઝંડા લગાવેલા મળ્યા બાદ હડકંપ મચી ગયો હતો. રાજ્યમાં ભાજપના નેતૃત્વ વાળી જયરામ ઠાકુરની સરકાર છે. જેના પર દિલ્હીના ડેપ્યૂટી સીએમ મનીષ સિસોદિએ નિશાન સાધતા કહ્યું કે જે સરકાર વિધાનસભા ના બચાવી શકે, તે જનતાની કેવી રીતે બચાવશે. આ હિમાચલની આબરૂનો મામલો છે, દેશની સુરક્ષાનો મામલો છે. ભાજપ સરકાર સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે. કુમાર વિશ્વાસે ટ્‌વીટ કરી કહ્યું કે મેં પહેલાં પણ ચેતાવણી આપી હતી, ફરી કહી રહ્યો છું. દેશ મારી ચેતાવણી યાદ રાખે. મેં પંજાબના સમયે કહ્યું હતું પરંતુ હવે તેમની નજર બીજા રાજ્ય પર છે. જાે કે કુમાર વિશ્વાસે કોઈનું પણ નામ નહોતું લીધું, પરંતુ આ પહેલાં જ્યારે પંજાબ ચૂંટણી હતી, ત્યારે તેમણે સીધી રીતે અરવિંદ કેજરીવાલ પર આવા પ્રકારના ગંભીર આરોપ લગાવ્યા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણી દરમિયાન આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા અને કવિ કુમાર વિશ્વાસે દાવો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલે તેમને કહ્યું હતું કે એક દિવસ તેઓ પંજાબના મુખ્યમંત્રી બનશે અથવા તો એક સ્વતંત્ર રાષ્ટ્ર (ખાલિસ્તાન)ના પહેલા વડાપ્રધાન બનશે. આ નિવેદન બાદ ભારે હંગામો મચ્યો હતો. જાે કે આ નિવેદન બાદ કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી કુમાર વિશ્વાસને રૂ કેટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી. ધર્મશાલા વિધાનસભા પરિસરના ગેટ પર રાતના અંધારામાં ખાલિસ્તાનના ઝંડા લગાવવા વાળી કાયરતાવાળી ઘટનાની હું નિંદા કરું છું. આ વિધાનસભામાં માત્ર શિયાળુ સત્ર જ થાય છે, માટે અહીં વધુ સુરક્ષા વ્યવસ્થાની જરૂરિયાત એ સમયે જ રહે છે. જેનો ફાયદો ઉઠાવી આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે, પરંતુ અમે આવી ઘટનાઓ સહન નહી કરીએ. આ ઘટનાની તરત તપાસ કરાશે અને દોષિતો સામે આકરી કાર્યવાહી થશે. જેણે પણ આ કર્યું છે, એવા લોકોને હું કહેવા માંગું છું કે જાે હિમ્મત હોય તો રાતના અંધારામાં નહીં દિવસના અજવાળામાં સામે આવો.

Khalistani-flag-at-the-gate-of-Himachal-Assembly.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *